Virat Kohli Pub : કાયદાની ચુંગાલમાં ફસાયો વિરાટ કોહલી, બેંગલૂરૂ કોર્પોરેશને નોટી મોકલી
Virat Kohli Pub Bangalore : ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી કાયદાની ચુંગાલમાં ફસાયો છે. બેંગલુરૂ મહાનગરપાલિકાએ વિરાટ કોહલીના પબને નોટીસ મોકલી છે.
સમાચારો અનુસાર, વિરાટ કોહલી પોતાના પબને કારણે કાયદાના ચક્કરમાં ફસાયો છે. બ્રુહદ બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશને કોહલીના બેંગલુરુ સ્થિત વન 8 કમ્યુન પબ અને રેસ્ટોરન્ટને નોટિસ મોકલી છે.

વિરાટ કોહલીના પબને જારી કરવામાં આવેલી નોટિસમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરવાનો ઉલ્લેખ છે. સામાજિક કાર્યકર્તા વેંકટેશે આ પગલાંના અમલમાં બારની બેદરકારી અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ આ કાર્યવાહી થઈ છે.
આ નોટીસમાં જણાવ્યુ છે કે, ફોરેસ્ટ 8 કોમ્યુને ફાયર સેફ્ટી પ્રોટોકોલનું પાલન કર્યું નથી અને તેની પાસે ફાયર વિભાગનું પ્રમાણપત્ર પણ નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં ખોલવામાં આવેલ આ પબ કસ્તુરબા રોડ પર રત્નમ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્થિત છે.
વિરાટ કોહલીના One 9 Commune નામના આ પબની દિલ્હી, મુંબઈ, પુણે અને કોલકાતા જેવા મોટા શહેરોમાં અન્ય શાખાઓ છે. આ પહેલીવાર નથી જ્યારે વન 8 કોમ્યુનની તપાસ કરવામાં આવી હોય. જુલાઈમાં પોલીસે પબના મેનેજર વિરુદ્ધ પરવાનગીના કલાકોથી વધુ કામ કરવા બદલ કેસ નોંધ્યો હતો.
જણાવી દઈએ કે, આ સિવાય પણ વિરાટ કોહલીને લોકો ઈન્ટરનેટ પર ટ્રોલ કરી રહ્યાં છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે કોહલી દેશ છોડીને બ્રિટનમાં સેટલ થવાની તૈયારી કરી રહ્યો છે. આ સમાચાર બાદ તેને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
