Vinesh Phogat Disqualified : રેસલિંગમાં કેટલો વજન વધુ હોય તો છુટ મળે? જાણો કેમ વિનેશ ફોગાટને લઈને થઈ રહ્યો છે
Vinesh Phogat Disqualified : ઓલિમ્પિકમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટને વજનને લઈને ડિસ્ક્વોલિફાય કરી દેવાતા વિવાદ વધી રહ્યો છે.
ગઈકાલે વિનેશ ફોગાટ જીત સાથે ફાઈનલમાં પહોંચી હતી. આ પછી આજે તેના મુકાબલા પહેલા અચાનક તેને બહાર કરી દેવામાં આવી. હવે આ મુદ્દે ભારતથી લઈને પેરિસ સુધી વિવાદ થઈ રહ્યો છે.

વિનેશ ફોગાટને બહાર કરી દેવાતા હવે વેઈટ કેટેગરીમાં ગ્રેસને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા વચ્ચે ગ્રેસના નિયમો પણ જાણી લેવા જોઈએ.
એબીસી ન્યુઝના અહેવાલ અનુસાર, અર્જુન એવોર્ડ વિજેતા રેસલર સુજીત માને આ મુદ્દે પ્રકાશ પાડ્યો છે. તેમના અનુસાર,. કુસ્તીબાજોને તેમના વજનની શ્રેણી અનુસાર કોઈ ગ્રેસ મળતુ નથી. જો કોઈ કુસ્તીબાજ 50 કિગ્રા વર્ગમાં ભાગ લઈ રહ્યો હોય તો તેનું વજન બરાબર 50 કિલો હોવું જોઈએ.
આનાથી 10 ગ્રામ તો શું એક ગ્રામ પણ વધારે હોય તો તે ગેરલાયક ઠરે છે. તેમણે કહ્યું કે ફાઈનલમાં પહોંચનારા કુસ્તીબાજોનું બે દિવસ સુધી વજન કરવામાં આવે છે. કુસ્તીબાજોને પહેલા દિવસે વજન કરવા માટે 30 મિનિટનો સમય આપવામાં આવે છે, જ્યારે બીજા દિવસે તોલ કરવા માટે માત્ર 15 મિનિટનો સમય આપવામાં આવે છે.
વિનેશને વજન દરમિયાન 15 મિનિટનો સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તે પોતાનું વજન જાળવી શકી નહીં. જેના કારણે તેને નુકસાન સહન કરવું પડ્યું હતું. આનાથી આખો દેશ દુખી છે.
સુજીત માન અનુસાર, આવા કિસ્સાઓમાં રેસલર પાસે અપીલ કરવાનો કોઈ વિકલ્પ નથી. આ સ્થિતિમાં વિનેશ પણ કોઈ અપીલ કરી શકે તેમ નથી. આ વખતે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું તેનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. આવા કિસ્સાઓમાં, UWW નિયમો અનુસાર નિર્ણયો લેવામાં આવે છે, જેની સામે કોઈ અપીલ થતી નથી.
પહેલો પ્રશ્ન એ છે કે વિનેશનું વજન વેઇટ કેટેગરી કરતાં કેટલું વધારે હતું? જણાવી દઈએ કે, ઓલિમ્પિકમાં રેસલિંગ ખેલાડીઓનું મેચ પહેલા વજન કરવામાં આવે છે, જેમાં વિનેશનું વજન 50 કિલોગ્રામ કેટેગરી કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી. આ પછી વિનેશ કોઈપણ રેન્ક વિના છેલ્લા સ્થાને પહોંચી ગઈ. હવે તેને કોઈ મેડલ નહીં મળે.
આ મામલે રેસરલ કોચ નવીને કહ્યું કે કુસ્તીબાજોએ તેમની શ્રેણી પ્રમાણે તેમનું વજન જાળવી રાખવું પડે છે. ગઈકાલે ફાઈટ પહેલા વિનેશે કંઈ ખાધું ન હતું. ત્રણેય ફાઈટ પૂરી કરીને તેણે થોડુંક ખાધું અને બીજા દિવસની તૈયારી કરવા લાગી. આ કારણે તેનું વજન વધી ગયું અને કમનસીબે તેને ગેરલાયક ઠરાવાઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
