VIDEO : DRS લેતા સમયે રોહિત શર્મા ગાળ બોલ્યો? વીડિયો વાયરલ થયો
સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાયેલા મુકાબલામાં ભારતીય ટીમે સાઉછ આફ્રિકાને હરાવીને ફરી એક વખત વર્લ્ડ કપ માટેની દાવેદારી મજબુત કરી છે. આ જીત વચ્ચે હવે કેપ્ટન રોહિત શર્માનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ભારતે પહેલા બેટિંગ કરતા ધમાકેદાર બેટિંગ કરી અને 326 રન બનાવ્યા. બીજી તરફ બીજી ઈનિંગમાં રન બનાવવા ઉતરેલી આફ્રિકન ટીમ 100 રન પણ ન બનાવી શકી.

આ મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન શાનદાક રહ્યું અને ફરી એક વખત રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ સાથે ધમાલ મચાવી દીધી. તે આફ્રિકન ટીમ માટે ઘાતક સાબિત થયો અને ટીમને 83 રને સમેટી દીધી.
રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં 5 વિકેટ લેનારો યુવરાજ સિંહ પછી બીજો ઓલરાઉન્ડર બની ગયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેદાન પર આક્રમક દેખાઈ રહ્યો છે. રોહિત શર્મા હંમેશા ખેલાડીઓ પર ટિપ્પણી કરતો રહે છે. ડીઆરએસ લેતી વખતે તે ખેલાડીઓ સાથે વાત કરતો જોવા મળે છે. આવું જ કંઈક દક્ષિણ આફ્રિકા સામે પણ થયું.
મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ હેનરિક ક્લાસેન સામે અપીલ કરી ત્યારે અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો. જે બાદ રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન રોહિત પાસે રિવ્યુની માંગણી કરી. રોહિત શર્માએ પહેલા કેએ રાહુલ અને જાડેજા બંને સાથે વાત કરી. આ પછી તેને રિવ્યુની માંગ કરી અને ગાળ બોલ્યો. તેનો અવાજ કેમેરામાં કેદ થઈ ગયો.
આ અવાજ ત્યાં હાજર સ્ટમ્પ માઈકમાં કેદ થઈ ગયો, જેને સાંભળીને કોમેન્ટ્રી કરી રહેલા કોમેન્ટેટર પણ જોર જોરથી હસવા લાગ્યા. કોમેન્ટ્રી કરી રહેલા હર્ષા ભોગલેએ રોહિત શર્મા વિશે કેટલીક વાતોનો ઉલ્લેખ પણ કર્યો.
Rohit being Rohit 😂🤣
— Parth Bansal (@Parth9107) November 5, 2023
"Yeh ek hi batsmen bacha hai"
--Abhi mein kya bolu yaar#INDvsSA #INDvSA #HappyBirthdayViratKohli #RohitSharma #Jadeja #ShreyasIyer #CWC2023 #CWC pic.twitter.com/EKN2LSfRa0
રિવ્યુ લીધા બાદ નિર્ણય ભારતની તરફેણમાં ગયો અને હેનરિક ક્લાસને પેવેલિયન પરત ફરવું પડ્યું. રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રોહિત શર્માના આ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
