Tokyo 2021: ઓલમ્પિકમાં મેચ પહેલા જર્મન ખેલાડીને કોચે માર્યા લાફા, જાણો કારણ
જાપાનમાં ચાલી રહેલ ટોક્યો ઓલિમ્પિક 2021માં વિશ્વભરના અનુભવી ખેલાડીઓ પોતપોતાના દેશો માટે મેડલ જીતવાની આશા સાથે પહોંચ્યા છે. આ દરમિયાન કેટલાક ખેલાડીઓ ઇતિહાસ રચી રહ્યા છે, જ્યારે કેટલાક નિરાશ થઈ રહ્યા છે પરંતુ તમામ મેચોમાં
જાપાનમાં ચાલી રહેલ ટોક્યો ઓલિમ્પિક 2021માં વિશ્વભરના અનુભવી ખેલાડીઓ પોતપોતાના દેશો માટે મેડલ જીતવાની આશા સાથે પહોંચ્યા છે. આ દરમિયાન કેટલાક ખેલાડીઓ ઇતિહાસ રચી રહ્યા છે, જ્યારે કેટલાક નિરાશ થઈ રહ્યા છે પરંતુ તમામ મેચોમાં એક વાત જોવા મળી રહી છે, કે દરેક ખેલાડી મેડલની આશામાં પોતાનું 100 ટકા આપી રહ્યા છે. આ દરમિયાન ઓલમ્પિક્સને લગતા મેચોના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે, પરંતુ તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં લોકોનું ધ્યાન જ ન ખેંચ્યું, પણ ક્રોધમાં ભરાઈ ગયા.

હકીકતમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોચ મેચની શરૂઆત પહેલા પોતાની મહિલા ખેલાડીને ગાલ પર મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જર્મન જુડો ખેલાડી માર્ટિના ટ્રેજદોસ અને હંગેરીના સોઝફી ઓજબસ સાથેની મેચ પહેલા તેના કોચનો છે.
આ વિડિઓમાં અખાડામાં પ્રવેશતા પહેલા, કોચે માર્ટિનાને અટકાવી હતી અને તેને હલાવીને, તેના ગાલ પર બે થપ્પડ માર્યા હતા. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા જ લોકોએ કોઇપણ ખચકાટ વગર કોચ દ્વારા મહિલા ખેલાડીને થપ્પડ મારવાની ઘટનાની ટીકા કરવાનું શરૂ કર્યું અને કોચિંગની આ પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા.
This is the coaching I need on Mondays, around 7am #Tokyo2020 pic.twitter.com/b9BeLUfus4
— Andrew Gourdie (@AndrewGourdie) July 27, 2021
જો કે જ્યારે આ ઘટનાએ જોર પકડવાનું શરૂ કર્યું, ત્યારે જુડો પ્લેયર માર્ટિના સોશિયલ મીડિયા પર આવી અને તેણે આ સમગ્ર મામલો સ્પષ્ટ કર્યો. માર્ટિનાએ સ્પષ્ટતા કરી હતી કે તમે વિડિઓમાં જે જુઓ છો તે એ અમારા દેશમાં એથ્લેટને તેની મેચ પહેલા સંપૂર્ણ રીતે તૈયાર કરવાની પરંપરા છે. તે ન તો કોચનો દોષ છે અને ન તો તેની કોચિંગની સરમુખત્યારશાહી શૈલી છે. આ અમારા દેશનો રિવાજ છે.
નોંધપાત્ર વાત એ છે કે આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે, જેને ઓકલેન્ડના પીઢ ન્યૂઝ પ્રેજેન્ટર એન્ડ્ર્યૂ ગોર્ડીએ શેર કરતાં લખ્યું છે કે દર સોમવારે સવારે 7 વાગ્યે મારે કંઈક આવા જ કોચિંગની જરૂર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
