Tokyo Olympics: મીરાબાઈ ચાનૂએ રચ્યો ઈતિહાસ, વેઈટલિફ્ટિંગમાં અપાવ્યો ભારતને 'સિલ્વર' મેડલ
ભારતની વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ચાનીએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે.
ટોક્યો ઓલિમ્પિકઃ ભારતની વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ચાનીએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ વેઈટલિફ્ટિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનારી પહેલી એથલીટ બની ગઈ છે. ચાનૂએ 49 કિલોગ્રામ વર્ગમાં 202ના કુલ વજન સાથે સિલ્વર મેડલ જીતી લીધો છે. ચીનની હો જિહુઈએ ગોલ્ડ મેડલ જીત્યો જેમણે સ્નેચમાં 94 અને ક્લીન એન્ડ જર્કમાં 115માં વજન ઉઠાવ્યુ. આ પહેલા કર્ણમ મલ્લેશ્વરીના નામે ઓલિમ્પિક મેડલ છે. તેણે 2000 સિડની ઓલિમ્પિકમાં 69 કિગ્રા વર્ગમાં કાંસ્ય પદકજીત્યો હતો જ્યારે ભારોત્તોલન એરીના પહેલી વાર મહિલાઓ માટે રમવામાં આવ્યુ હતુ.

મીરાબાઈ ચાનૂએ લગભગ દરેક મોટી સ્પર્ધામાં મેડલ જીત્યા છે જેમાં વિશ્વ ચેમ્પિયનશિપ અને રાષ્ટ્રમંડલ રમતોના ગોલ્ડ મેડલ પણ શામેલ છે. ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક પહેલા પોતાની અંતિમ ટૂર્નામેન્ટ એશિયાઈ ચેમ્પિયનશિપમાં 119 કિગ્રાનુ વજન ઉઠાવ્યુ હતુ અને આ શ્રેણીમાં ગોલ્ડ અને ઓવરઑલ વજનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ રીતે મેડલ પર કર્યો કબજો
મીરબાઈએ સ્નેચમાં પોતાના પહેલા પ્રયત્નમાં જ 84 કિગ્રા વજન ઉઠાવ્યુ. પછી બીજી વાર 87 કિગ્રા વજન ઉઠાવ્યુ. જો કે ત્રીજા પ્રયત્નમાં તે 89 કિગ્રા વજન ન ઉઠાવી શકી. ચાનૂ સ્નેચ રાઉન્ડમાં બીજા સ્થાને રહી પછી ક્લીન એન્ડ જર્કના પોતાના બીજા પ્રયાસમાં મીરાબાઈ ચાનૂએ 115 કિગ્રા વજન ઉઠાવીને નવો ઓલિમ્પિક રેકૉર્ડ કાયમ કર્યો પરંતુ ચીનની હોઉ ઝીહુઈએ આગલા જ પ્રયત્નમાં 116 કિગ્રા વજન ઉઠાવીને આ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો. ચાનૂ ત્યારબાદ ઝીહુઈનો રેકૉર્ડ તોડવા માટે 117 કિગ્રા વજન ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહી. માટે હવે નવો રેકૉર્ડ હોઉ ઝીહુઈના નામે થઈ ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
