આજે સચિન 40મો જન્મદિન ઉજવશે : વિશ્વભરમાંથી અભિનંદન વર્ષા

ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં રનનો વરસાદ વરસાવનાર દુનિયાના મહાન બેટ્સમેન સચીન તેંડુલકર 198 ટેસ્ટ મેચ અને 463 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 100 ઈન્ટરનેશનલ સદી ફટકારનાર સચીન ચાલીસીમાં પ્રવેશ્યો હોવા છતાં ક્રિકેટ રમવાની તેની ધગશમાં કોઈ જ ઘટાડો થયો નથી. મેદાનમાં ટીમ વતી શ્રેષ્ઠ રીતે પરફોર્મ કરવાની ઈચ્છા આજે પણ એટલી જ પ્રબળ છે જેટલી 1989માં 16 વર્ષની વયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરતી વખતે હતી.
છેલ્લા કેટલાક સમયથી તેમની નિવૃત્તિ વિશેની ચર્ચા થઈ રહી છે. બે વર્ષ પહેલાં તેનું એક સપનું સાકાર થયું હતું. ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હોવાનું. ત્યારબાદ સચીને વન ડે ક્રિકેટને રામ રામ કરી દીધા છે.
વર્ષ 2011માં ભારત વર્લ્ડ કપ જીત્યું ત્યાર પછી સચીન 21 ટેસ્ટ મેચો રમ્યો છે, પણ એમાં તે 31.80ની સરેરાશ સાથે માત્ર 1145 રન ફટકારી શક્યા હતા. તેમ છતાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ક્રિકેટ બોર્ડે સચીનની નિવૃત્તિનો નિર્ણય તેની પર છોડ્યો છે.
સચીન ટેસ્ટ ક્રિકેટમાં 51 સેન્ચૂરી કરી ચૂક્યો છે જ્યારે વન ડે ક્રિકેટમાં એમણે 49 સેન્ચૂરી નોંધાવી છે. ટેસ્ટ મેચોમાં તેમણે 15,738 રન કર્યા છે જ્યારે વન ડે ક્રિકેટમાં 18426 રન કર્યા છે. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં એના નામે 307 મેચોમાં 25,228 રનનો આંકડો બોલે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
