આ ક્રિકેટરો લગ્ન પહેલા જ પિતા બની ગયા હતા, ભારતનો આ ખેલાડી પણ સામેલ છે!
ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એકમાત્ર એવો ક્રિકેટર નથી જે લગ્ન પહેલા પિતા બન્યો હતો. ક્રિકેટના ઘણા દિગ્ગજ એવા છે જે લગ્ન પહેલા પિતા બની ગયા છે. આમાં પાકિસ્તાનનો એક દિગ્ગજ ખેલાડી પણ સામેલ છે.
ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એકમાત્ર એવો ક્રિકેટર નથી જે લગ્ન પહેલા પિતા બન્યો હતો. ક્રિકેટના ઘણા દિગ્ગજ એવા છે જે લગ્ન પહેલા પિતા બની ગયા છે. આમાં પાકિસ્તાનનો એક દિગ્ગજ ખેલાડી પણ સામેલ છે. આ સમાચારમાં અમે તમને એવા 5 ક્રિકેટર્સ વિશે જણાવીશું જે પહેલા લગ્નથી જ પિતા બન્યા હતા.

ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાનો ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર પણ લગ્ન પહેલા પિતા બની ગયો હતો. ડેવિડ વોર્નર અને તેની પત્ની કેન્ડિસ વોર્નરે 2014માં પહેલી દીકરીને જન્મ આપ્યો હતો અને બંનેએ 2015માં લગ્ન કર્યા હતા.

ક્રિસ ગેલ
યુનિવર્સ બોસ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેલ પણ લગ્ન પહેલા પિતા બનેલા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. 2017 માં તેની ગર્લફ્રેન્ડ નતાશા બેરિજે એક પુત્રીને જન્મ આપ્યો હતો. ગેલે પિતા બન્યા બાદ નતાશા બેરીજ સાથે લગ્ન કર્યા હતા.

જો રૂટ
ઈંગ્લેન્ડ ટીમના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રૂટ પણ લગ્ન કર્યા વિના પિતા બની ગયા છે. જો રૂટ અને તેની ગર્લફ્રેન્ડ કેરી કોર્ટેલની માર્ચ 2016માં સગાઈ થઈ હતી. પરંતુ લગ્ન પહેલા જ રૂટ પિતા બની ગયો હતા. 7 જાન્યુઆરી 2017ના રોજ કોર્ટલે પુત્ર આલ્ફ્રેડને જન્મ આપ્યો, ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા.

વિનોદ કાંબલી
સચિન તેંડુલકરના બેસ્ટ ફ્રેન્ડ વિનોદ કાંબલી તેની પહેલી પત્ની નોએલા લુઇસથી છૂટાછેડા લીધા બાદ ફેશન મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે જોડાયા હતા. આ દરમિયાન વર્ષ 2010માં એન્ડ્રીયા કાંબલીના બાળકની માતા બની હતી. પુત્રના જન્મ પછી તેઓએ વર્ષ 2014 માં લગ્ન કર્યા હતા.

ઈમરાન ખાન
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન પણ લગ્ન કર્યા વગર પિતા બની ગયા હતા. ઈમરાન સીતા વ્હાઈટ સાથે સંબંધ ધરાવતા હતા. સીતા અને ઈમરાનનો સંબંધ 1987-88માં શરૂ થયો હતો અને 1991માં બંને નજીક આવ્યા હતા. 1992માં તેમને એક બાળકનો જન્મ થયો, જે ઈમરાનનું બાળક હતું. ઈમરાને શરૂઆતમાં આ વાતનો ઈન્કાર કર્યો હતો, બાદમાં ડીએનએ ટેસ્ટમાં ખબર પડી કે આ બાળક ઈમરાનનું જ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
