હાર બાદ ધોનીનું હાસ્યાસ્પદ નિવેદન, સંવાદહીનતા છે ટીમ ઇન્ડિયાની હારનું કારણ
બ્રિસબેન, 20 ડિસેમ્બર: ઓસ્ટ્રેલિયાની સામે ભારત બીજી ટેસ્ટ મેચ હારી ગયું છે, હાર બાદ કેપ્ટન ધોનીએ એકદમ હાસ્યાસ્પદ નિવેદન મીડિયામાં આપ્યું છે કે આ હારનું કારણ ટીમ ઇન્ડિયાની સંવાદહીનતા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું કે શિખર ધવનની બેટીંગને લઇને ટીમમાં કનફ્યૂજન થયું હતું જે આજે મેદાન પર જોવા મળ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે શિખર ધવન ચોથા દિવસના પ્રથમ સત્રમાં બેટીંગ કરવા આવ્યા ન હતા. વિરાટ કોહલી અને ત્રીજા દિવસે અણનમ પરત ફરનાર ચેતેશ્વર પુજારા જ્યારે મેદાનમાં ઉતર્યા તો ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન સ્ટિવન સ્મિથ પણ હેરાન જોવા મળ્યા. કાયદા મુજબ શિખર ધવનને આવવું જોઇતું હતું પરંતુ વિરાટ કોહલીને મેદાનમાં જોઇને કોઇપણ હેરાન થઇ શકે છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ કહ્યું કે શિખર ધવનને લઇને ડ્રેસિંગ રૂમમાં સંવાદહીનતા હતી. અમે આ પરિસ્થિતીને બરોબર રીતે સંભાળી શક્યા નહી. અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીને નેટ પ્રેક્ટિસમાં ઇજા પહોંચી હતી, પરંતુ પહેલાં તેમણે આ વિશે લોકો યોગ્ય રીતે જણાવ્યું ન હતું પરંતુ જ્યારે તેમને બેટીંગ કરવા માટે ઉતરવાનું હતું તો તેમને કહ્યું કે હું રમી નહી શકું જેને લઇને અસમંજસની સ્થિતિ પેદા થઇ ગઇ છે.

કેપ્ટન કૂલે કહ્યું...સંવાદહીનતાના લીધે અમે હાર્યા
કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શિખર ધવન સમજી શક્યા ન હતા કે તેમને ગંભીર ઇજા પહોંચી છે. પ્રેક્ટિસ સ્થળની વિકેટ સારી ન હતી. તેમને ઇજા પહોંચી હતી, અમને ખબર હતી કે આ કેટલી ગંભીર છે, તેનો અંદાજો તેમને અમને લાગવા દિધો નહી. તેથી અમે વિરાટને તૈયાર થવા માટે 5-6 મિનિટનો સમય આપ્યો. તેથી ડ્રેસિંગરૂમમાં અફરાતફરીનો માહોલ હતો.''
ધવનને ખબર ન હતી કે ઇજા આટલી ગંભીર છે
અફરાતફરી વચ્ચે તૈયાર થઇને મેદાનમાં પહોંચેલા વિરાટ કોહલી ફક્ત 11 બોલનો સામનો કરી શક્યા અને એક રન બનાવીને આઉટ થઇ ગયા. તેમના આઉટ થયા બાદ ભારતીય બેટીંગ નબળી પડી ગઇ અને બીજી ઇનિંગમાં 224 રન બનાવીને આઉટ થઇ ગયા.
ઓસ્ટ્રેલિયાને મળેલી ચાર મેચોની શૃંખલામાં 2-0થી બઢત
અને આ પ્રકારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ગાબા મેદાન પર રમવામાં આવેલી બીજી મેચના ચોથા દિવસે શનિવારે ભારતને ચાર વિકેટથી હરાવી દિધું. આ સાથે જ મેજબાન ટીમે જીત પ્રાપ્ત કરી લીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
