આ ક્રિકેટરની બહેન રહી ચુકી છે ચીયરલીડર, ચેન્નાઈ સુપર કિંગ્સને ચીયર કરતી હતી
આઈપીએલમાં ઘણા વિદેશી ખેલાડીઓ ધમાલ મચાવી ચુક્યા છે. આ ખેલાડીઓમાં એક ખેલાડી જૈક કાલિસ પણ છે. સાઉથ આફ્રિકન ટીમનો પુર્વ કેપ્ટન તેના ઓલરાઉન્ડ પરફોર્મન્સ માટે જાણીતો છે. જો કે એક વાત ઘણા લોકો નથી જાણતા કે આઈપીએલમાં જૈક કાલિસની બહેન ચિયર્સ લિડર્સ રહી ચુકી છે.
દક્ષિણ આફ્રિકન પૂર્વ ક્રિકેટર જૈક કાલિસ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક છે. તે વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટેસ્ટ અને ODI ફોર્મેટમાં 10,000 થી વધુ રન બનાવ્યા છે અને 250 થી વધુ વિકેટ પણ લીધી છે.

જેક કાલિસ 2009 માં IPL દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. ત્યારે તેની બહેન જૈની કાલિસ ચીયરલીડર તરીકે IPL માં કામ કરી રહી હોવાનો ખુલાસો થયો હતો. જૈની કાલિસ 2009 IPL દરમિયાન ચીયરલીડર તરીકે ભારત આવી હતી.
એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે, તે આ કામ શોખ માટે કરે છે અને તેના વિશે કોઈ શું વિચારે છે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. તે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના ચીયરલિડિંગ ગ્રુપનો ભાગ હતી.
જૈની કાલિસ વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ છે અને લંડનમાં રહે છે. તેણીએ હવે ચીયરલીડિંગ છોડી દીધું છે. તે પરિણીત છે અને એક પુત્રીની માતા પણ છે.
અહીં તમને જણાવી દઈએ કે, જેક કાલિસે તેની ટેસ્ટ કારકિર્દીમાં 166 મેચ રમી છે અને 55.37ની એવરેજથી 13289 રન બનાવ્યા છે. ODI માં તેણે 328 મેચ રમી છે અને 44.36ની એવરેજથી 11579 રન બનાવ્યા છે. ટેસ્ટ કરિયરમાં તેણે 166 મેચમાં 292 વિકેટ લીધી હતી. ODI માં તેણે 328 મેચમાં 273 વિકેટ લીધી છે. તેની T20 કારકિર્દીમાં, તેણે 25 મેચ રમી, જેમાં 666 રન બનાવ્યા અને 12 વિકેટ લીધી છે.
-
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં









Click it and Unblock the Notifications
