જાણો, શા માટે જર્મની બન્યું વિશ્વ ચેમ્પિયન
નવી દિલ્હી, 14 જુલાઇઃ ફીફા વિશ્વકપના હાલના અને ગત સંસ્કરણે ફૂટબોલમાં સફળતાનો જે અચૂક મંત્ર આપ્યો છે, તે છે ટીમમાં એકતા અને સુમેળભર્યું પ્રદર્શન. દક્ષિણ આફ્રિકામાં રમાયેલો ફીફા વિશ્વકપ 2010ની વિજેતા ટીમ સ્પેનમાં બે પ્રમુખ ક્લબ એફસી બાર્સિલોના અને રિયલ મેડ્રિડના ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા હતા. જેનો અર્થ સ્પષ્ટ છેકે ટીમના ખેલાડી પહેલાથી એકબીજા સાથે રમતા રહ્યાં હતા, જેના કારણે એક ટીમ તરીકે વધારે તાલમેલ અને સુમેળભર્યું વાતાવરણ તેમની વચ્ચે રહ્યું.
આ પણ વાંચોઃ-આર્જેન્ટિનાનો મેસી બન્યો બ્રાઝિલ વિશ્વકપનો સર્વશ્રેષ્ઠ ખેલાડી
બાર્સિલોનાના જાવી, આંદ્રેસ ઇનિએસ્તા, સર્જિયો બસ્ક્વેટ્સ, પ્રેડો, જાર્ડી આલ્બા અને સેસ્ક ફાબ્રેગાસ હાલન વિશ્વકપમાં પણ સ્પેનની ટીમમાં સામેલ હતા અને તેમની વચ્ચે તાલમેલ પણ હતો, પરંતુ તેઓની ઉમર થઇ ગઇ હતી અને અતિવિશ્વાસના કારણે તેઓ ગ્રુપ ચરણમાં જ બહાર ફેંકાઇ ગયા. સ્પેનના મોટાભાગના ખેલાડીઓ ઉમરના એ પડાવ પર હતા, જ્યાં માત્ર આ વિશ્વકપ તેમનો અંતિમ વિશ્વકપ જ નહોતો પરંતુ તેઓ પોત-પોતાના ક્લબમાં પણ અંતિમ સત્ર રમવાની કગાર પર પહોંચી ગયા છે.
જાવી, ઇકેર કૈસિલાસ, ફર્નાડો ટોરેસ અને એંદ્રીયા ઇનિએસ્તા માટે નિશંકપણે બ્રાઝિલ વિશ્વકપ અંતિમ વિશ્વકપ હતો અને બ્રાઝિલના ગરમ વાતાવરણમાં તેમની ઉમર તેમના સ્વાસ્થ્યને સાથ આપી રહી નહોતી. રવિવારે આર્જેન્ટિનાને 1-0થી હરાવીને વિશ્વ ચેમ્પિયનનો તાજ પહેરનારા જર્મનીએ પણ કંઇક આ જ પ્રકારે પોતાની ટીમ ઉતારી હતી. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

છ ખેલાડી બાયર્ન મ્યુનિક ક્લબના
મરકાના સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચની શરૂઆત કરનારા જર્મનીમાં છ ખેલાડી બાયર્ન મ્યુનિક ક્લબના હતા. ત્યાં સુધી કે ફાઇનલ મેચમાં એકમાત્ર વિજયી ગોલ ફટકારનાર મારિયો ગોટ્જે પણ બાયર્ન મ્યુનિકના જ સભ્ય હતા. જ્યારે કોઇ ટીમમાં રમનારા સાત-સાત ખેલાડી એક જ ક્લબના હોય તો નિશ્ચિત રીતે તે લાભદાયક સાબિત થશે. ફૂટબોલ એક એવી રમત છે, જે ખેલ દરમિયાન મેદાન પર ખેલાડીઓ વચ્ચેના તાલમેલ પર નિર્ભર રહે છે, મેદાન બહાર પણ તેમની વચ્ચે તાલમેલ તેમના સમ્મિલિત પ્રદર્શનને ઘણું પ્રભાવિત કરે છે.

પહેલા જ ખેલાડીઓને કરાય છે આમંત્રિત
વિશ્વકપ જેવી મોટી ઇવેન્ટની તૈયારી માટે ખેલાડીઓને બહુ પહેલાથી બોલાવી લેવામાં આવે છે, જેથી તે એકબીજા સાથે તાલેમલ સ્થાપિત કરી શકે. જર્મનીની મધ્યપંક્તિમાં અધિકાંશતઃ ટોની ક્રૂઝ, બાસ્ટિયન શ્વીનસ્ટીગર અને ગોટ્જે સામેલ રહ્યા. આ ત્રણેય ખાલેડી બાયર્ન માટે એકસાથે રમે છે, જેના કારણે તેમની વચ્ચે ગજબનો તાલમેલ જોવા મળે છે.

ગોલ્ડન ગ્લવ્સ વિજેતા પણ બાયર્નના
ત્યારબાદ પાછળી પંક્તિમાં બાયર્નના બે સભ્યો સુકાની ફિલિપ લામ અને જેરોમ બોઆટેંગ વચ્ચે સારો એવો તાલમેલ હતો અને તેથી તેમણે રક્ષાપંક્તિને બાંધી રાખી, જ્યારે અંતિમ કામ ગોલ્ડન ગ્લવ્સ વિજેતા ગોલકીપર મેનુઅલ નૂએરે કર્યું. નૂએર પણ બાયર્ન માટે રમે છે.

બ્રાઝિલ સામે પણ હતું સુમેળભર્યું વાતાવરણ
મેજબાન બ્રાઝિલ સામે પણ સેમીફાઇનલ મેચમાં જર્મન ખેલાડીઓ વચ્ચે જોરદાર સુમેળભર્યું વાતાવરણ હતું, જેમાં તેમણે બ્રાઝિલને 7-1થી કારમો પરાજય આપ્યો હતો. ફાઇનલ મેચમાં લિયોનેલ મસીની ટીમ સામે ભલે તેઓ તેનું પુનરાવર્તન કરી ના શક્યા પરંતુ ખેલાડીઓ વચ્ચે તાલમેલ એવો જ હતો અને આખરે ગોટ્જે વિજયી હોલ હાંસલ કરવામાં સફળ રહ્યાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
