T20 World Cup : ટી20 વર્લ્ડ કપમાં કોહલી-રોહિત શર્મા રમશે કે નહીં? જાણો શું કહ્યું દિગ્ગજ ખેલાડીએ?
વન ડે વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમમાં મોટા ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે. પહેલા જ દાવા કરાઈ રહ્યા છે કે આવનારા ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને કોહલી નહીં રમે ત્યારે હવે દિગ્ગજ ખેલાડીએ મોટી વાત કરી છે.
હવે ટીમ ઈન્ડિયાની નજર T20 વર્લ્ડ કપ પર છે. અહીં ભારત ટ્રોફીના દુષ્કાળને પૂરો કરવા પ્રયાસ કરશે. આ વર્લ્ડ કપ પહેલા ચર્ચા છે કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2024માં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં.

ભારતીય ટીમ મેનેજમેન્ટે છેલ્લી કેટલીક T20 સિરીઝમાં મોટા સંકેત આપ્યા છે. ટીમ મેનેજમેન્ટે છેલ્લી ઘણી T20 શ્રેણીમાં સ્ટાર ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખ્યા છે. આ લિસ્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ સામેલ છે.
T20 ફોર્મેટની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે પરંતુ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20 સિરીઝ પહેલા હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો તેથી કેપ્ટનશિપની જવાબદારી સૂર્યકુમાર યાદવને માથે છે.
આ સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટ રોહિત અને વિરાટ કોહલીને ટી-20 ફોર્મેટમાંથી બહાર કરવાની તૈયારી કરી રહ્યું છે? તેનું એક કારણ ઉંમર છે અને આ બંને ખેલાડીઓ 35 વર્ષથી ઉપરના છે.
હાલમાં જ પૂરા થયેલા ODI વર્લ્ડ કપમાં તે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ હતા. સૌથી વધુ રન બનાવનાર 2 બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. રોહિતે ODI ફોર્મેટમાં 125થી ઉપરના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે તો વિરાટે છેલ્લા T20 વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું અને તે પછી તેણે IPLમાં પણ સતત ઘણી સદી ફટકારી છે. આ સ્થિતિમાં વિરાટ અને રોહિતને આવતા વર્ષના વર્લ્ડ કપમાંથી કેવી રીતે બહાર રાખી શકાય?
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ આ મુદ્દે વાત કરતા કહ્યું કે, મને લાગે છે કે ઈન્ડિયા જે પણ ટીમ પસંદ કરશે તે ખૂબ જ મજબૂત સાબિત થશે પરંતુ તમે અનુભવને બદલી શકતા નથી. વિરાટ અને રોહિત તેમની સાથે ઘણી પ્રતિભા લઈને આવે છે. તે કેરેબિયન પરિસ્થિતિઓ જાણે છે અને ત્યાં રમ્યા છે.
લારાએ વધુમાં કહ્યું કે, હું એમ નહીં કહું કે તેણે પોતાનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ, પરંતુ મને લાગે છે કે તે આ રમતમાં એક મહાન ખેલાડી છે, તેથી મને તેના પર પૂરો વિશ્વાસ છે. ભારતીય ક્રિકેટ માટે તે શું અને કેટલું કરવા માંગે છે તે જાણવું ખૂબ જ સન્માનની વાત હશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ











Click it and Unblock the Notifications
