STAR - ESPN બન્યાં BCCIના નવા ટાઇટલ સ્પોન્સર્સ
મુંબઇ, 3 ઓક્ટોબર : ભારતમાં આગામી મહિનાઓમાં રમાનારી ક્રિકેટ મેચોના ટાઇટલ અધિકારો મેળવવામા સ્ટાર ઇન્ડિયા અને ઇએસપીએન સફળ બન્યા છે. એરટેલ બાદ આગામી સમયમાં ભારતીય ક્રિકેટના નવા સ્પોન્સર્સ કોણ બનશે તે અંગેની પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવી ત્યાર બાદ આ અંગેની ઘોષણા કરવામાં આવી હતી.
આજે બીસીસીઆઇ (બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા)ના અમિતાભ ચૌધરીની આગેવાની હેઠળ નવી રચવામાં આવેલી 26 સભ્યોની માર્કેટિંગ સમિતિની બેઠક ભારતમાં આવતા છ મહિનામાં યોજાનારી આંતરરાષ્ટ્રીય મેચો માટેના મુખ્ય સ્પોન્સરોને નિમવા માટેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેચ દીઠ રૂપિયા બે કરોડ ખર્ચીને અધિકાર મેળવવામાં આવ્યા હતા. આ રીતે જોઇએ તો બીસીસીઆઇને નવા અઘિકાર હેઠળ મેચ દીઠ રૂપિયા 1.33 કરોડની ખોટ ગઇ છે.

હાલના મુખ્ય સ્પોન્સર એરટેલે ક્રિકેટ બોર્ડ સાથેના જોડાણને આગળ ન વધારવાનો નિર્ણય કરતા ક્રિકેટ બોર્ડે કોર્પોરેટ જગતમાંથી આ વર્ષે 1 ઓક્ટોબરથી 2014માં 31મી માર્ચ સુધી યોજાતી મેચો માટેના દાવા આમંત્ર્યા હતા.
એરટેલે 1 સપ્ટેમ્બરથી માર્ચ 2013 સુધી ભારતમાં રમાતી બધી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સર્કિટની મેચોના મુખ્ય સિરીઝ સ્પોન્સર તરીકેનો અધિકાર મેચ દીઠ રૂપિયા 3.33 કરોડ ખર્ચીને જીત્યો હતો. ભારત ખાતેની મેચો (ટેસ્ટ, વન-ડે ઈન્ટરનેશનલ્સ ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મેચના હક જીતવા માટેની મૂળ કિંમત મેચ દીઠ રૂપિયા બે કરોડ રાખવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
