રાજસ્થાન રોયલ્સનો સિદ્ધાર્થ ત્રિવેદી બનશે સરકારી સાક્ષી

સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ સિદ્ધાર્થ ત્રિવેદી આ કેસનો સાક્ષી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેસમાં પહેલાં જ રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડી એસ શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચૌહાણ પોલીસ કસ્ટડીમાં છે. અંકિત ચૌહાણને લગ્ન માટે 6 જૂન સુધી શરતી જામીન આપ્યાં છે.
સિદ્ધાર્થ ત્રિવેદીનું નામ પહેલાં આ કેસમાં ઉછળ્યું હતું. ખેલાડીઓની પુછપરછ દરમિયાન સિદ્ધાર્થ ત્રિવેદીનું નામ સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે-જ્યારે અને જ્યાં-જ્યાં ફિક્સિંગની વાત થઇ, ત્યાં સિદ્ધાર્થ ત્રિવેદી હાજર હતો. પોલીસે પહેલાં આ કેસમાં સિદ્ધાર્થ ત્રિવેદીને આરોપી માની રહી હતી, પરંતુ જેમ-જેમ તપાસ આગળ વધતી ગઇ, પોલીસને ખબર પડી કે તે આરોપી નથી, પરંતુ ફિક્સિંગનો સાક્ષી છે. માટે દિલ્હી પોલીસ સિદ્ધાર્થને સરકારી સાક્ષી બનાવવા માંગે છે.
પોલીસને આશા છે કે તેની પુછપરછ દરમિયાન કેટલાક વધુ ખેલાડીઓના નામ સામે આવી શકે છે. દિલ્હી પોલીસને રાજસ્થાન રોયલ્સના એક વિદેશી ખેલાડી પર શંકા છે. પોલીસના અનુસાર સટ્ટેબાજ સિદ્ધાર્થ ત્રિવેદી સાથે પણ ફિક્સિંગ કરવા માંગતા હતા. તે માટે અજીત ચંદીલાનો સહારો લેવામાં આવી રહ્યો છે, પરંતુ તે પોતાના ઇરાદામાં સફળ થાય તે પહેલાં સ્પૉટ ફિક્સિંગનો પર્દાફાશ થઇ ગયો.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેને ફરિયાદી પક્ષનો સાક્ષી બનાવવામાં આવ્યો છે. તપાસકર્તાઓનું માનવું છે કે સિદ્ધાર્થ ત્રિવેદીની સાક્ષીથી તેમના આ કેસને મજબૂતી મળશે. અજીત ચંદીલાએ સટ્ટેબાજીની પાર્ટીમાં ભાગ લેવા માટે રાજસ્થાન રોયલ્સના બ્રેડ હોજ અને કેવિન કપૂરનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમને પણ આ આમંત્રણને નકારી કાઢ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
