Shikhar Dhawan : શેખર ધવને ભાવુક અંદાજમાં નિવૃત્તિની જાહેરાત કરી, જુઓ વીડિયો
ભારતીય ક્રિકેટના સ્ટાર ઓપનર રહેલા શિખર ધવને આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે એક વીડિયો જારી કરીને નિવૃત્તિની જાહેરાત કરી.
શિખર ધવને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંનેમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો અને તેમાં માર્ગદર્શકો, સાથી ખેલાડીઓ, પ્રશંસકો, દિલ્હી અને BCCI પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

જણાવી દઈએ કે, શિખર ધવનની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 10 ડિસેમ્બર 2022 ના રોજ બાંગ્લાદેશ સામેની ODI મેચ હતી.
વનડેની વાત કરીએ તો શિખર ધવને 167 મેચ રમી છે અને 44.11ની એવરેજ અને 91.35ની સ્ટ્રાઈક રેટથી 6793 રન બનાવ્યા છે. તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 68 મેચોનો સમાવેશ થાય છે, જેમાં તેણે 27.92ની એવરેજ અને 126.36ની સ્ટ્રાઈક રેટથી 1759 રન બનાવ્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં તેણે 34 મેચ રમી અને 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા છે. જો શિખર ધવને 250 મેચ રમી હોત તો તેણે 44.11ની એવરેજથી 10,000થી વધુ રન બનાવ્યા હોત. આ સિવાય જો ધવને 150 T20 રમી હોત તો તેણે 10,000થી વધુ રન બનાવ્યા હોત.
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ જેવા ઉભરતા ખેલાડીઓને કારણે ધવને પુનરાગમન કરવામાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ મેનેજમેન્ટે આગામી આઈસીસી ઈવેન્ટ્સ માટે યુવા ખેલાડીઓને તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આ બદલાવમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓએ પણ નવી પ્રતિભાને આગળ વધારવા માટે T20 ક્રિકેટમાંથી ખસી ગયા છે.
પોતાની ક્રિકેટ સફરને અલવિદા કહેતા ધવને પોતે આ ફેરફારો સંતોષ સાથે સ્વીકાર્યા હતા. તેણે કહ્યું કે, હવે હું મારી ક્રિકેટ સફરને અલવિદા કહી રહ્યો છું, મને સંતોષ છે કે હું મારા દેશ માટે ઘણું રમ્યો છું.
હાલમાં જ સ્થાનિક ક્રિકેટમાં તેનું ફોર્મ સારૂ નહોતુ. પંજાબ કિંગ્સ સાથે આઈપીએલમાં તે સંઘર્ષ કરતો જોવા મળ્યો. અટકળો હતી કે પંજાબ કિંગ્સ તેને 2025માં IPL મેગા ઓક્શન પહેલા રિલીઝ કરી શકે છે.
શિખર ધવનની આંતરરાષ્ટ્રીય કરિયર પ્રતિભા અને પોતાના વળાંકની રાહ જોવાની કહાની બની રહ્યો છે. તેણે 2010માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ શરૂઆતમાં ટોપ ઓર્ડરમાં વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોની હાજરીને કારણે તેને સતત તક ન મળી. બાદમાં તેનું ફોર્મ તેને સાથ આપતું નહોતું, જેના કારણે તેણે વધુમાં વધુ સમય ક્રિકેટના મેદાનની બહાર રહેવું પડ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
