આ ખેલાડીને T-20 WC ટીમમાં જગ્યા ન મળતા સેહવાગે સવાલ ઉઠાવ્યા!
આઈપીએલ સીઝન-14 સમાપ્ત થયા બાદ તમામ ટીમની નજર ટી-20 વર્લ્ડ કપ ખિતાબ જીતવા પર રહેશે. ટુર્નામેન્ટ 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે.
આઈપીએલ સીઝન-14 સમાપ્ત થયા બાદ તમામ ટીમની નજર ટી-20 વર્લ્ડ કપ ખિતાબ જીતવા પર રહેશે. ટુર્નામેન્ટ 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ માટે BCCI એ ટીમની પણ જાહેરાત કરી છે અને તેમાં ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લેવાયા હતા. શિખર ધવનને પડતો મૂકાયા બાદ પસંદગીકારો પર સવાલો ઉઠ્યા હતા. કારણ કે તે આઈપીએલમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ સાથે જ પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે ફરી એક વખત પસંદગીકારોના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પણ ટીમમાં સમાવાયો નથી. હવે સેહવાગે કહ્યું છે કે, પસંદગીકારોએ જવાબ આપવો જોઈએ કે ચહલને ટી 20 વર્લ્ડ કપની ટીમમાંથી કેમ પડતો મૂકવામાં આવ્યો.

સેહવાગે આઈપીએલ સીઝન-14 ની 39 મી મેચ બાદ સેહવાગે આ સવાલ ઉઠાવ્યો હતો. જે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચ RCB એ 54 રનથી જીતી હતી, જેમાં ચહલે 4 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધી હતી અને એક ઓવર મેડન હતી. ટી 20 વર્લ્ડકપ ટીમમાં ચહલને સ્થાન ન આપવા અંગે સેહવાગે કહ્યું કે, ચહલ પહેલા પણ સારી બોલિંગ કરી રહ્યો હતો. મને સમજાતું નથી કે તેને ટી 20 વર્લ્ડ કપની ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો. પસંદગીકારોએ જવાબ આપવો જોઇએ. એવું નથી કે રાહુલ ચાહરે શ્રીલંકામાં અસાધારણ બોલિંગ કરી હતી. ચહલ જે રીતે બોલિંગ કરી રહ્યો છે તે ટી 20 ક્રિકેટમાં કોઈપણ ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે.
રસપ્રદ વાત એ છે કે, બીસીસીઆઈની પસંદગી પેનલે વર્લ્ડ કપ માટે આર અશ્વિન, અક્ષર પટેલ, રાહુલ ચાહર અને વરુણ ચક્રવર્તીને સ્પિનર તરીકે પસંદ કર્યા છે. પસંદગીકારોએ આ માટે જે કારણ આપ્યું તે એ હતું કે તે કોઈ એવો ખેલાડી ઈચ્છતા હતા જે ઝડપી લેગ સ્પિન બોલિંગ કરી શકે. ચહલ ઉપરાંત પર્પલ કેપ હોલ્ડર હર્ષલ પટેલે પણ આરસીબી માટે સારી બોલિંગ કરી હતી અને હેટ્રિક લઈને તેને યાદગાર બનાવી હતી. સેહવાગે જમણા હાથના ઝડપી બોલર અક્ષર પટેલના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. ભારતના ભૂતપૂર્વ ઓપનરે મેચના વળાંક તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે ચહલ અને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વચ્ચેની ઓવરમાં સ્પેલ કર્યો હતો, જેને મેચને આરસીબીની તરફેણમાં ફેરવી હતી.
સેહવાગે કહ્યું કે, હર્ષલ પટેલ શાનદાર હતો અને યુઝવેન્દ્ર ચહલે બતાવ્યું કે તે આટલો સ્માર્ટ ક્રિકેટર કેમ છે. RCB માટે શાનદાર જીત. હજુ પણ ભારતને વર્લ્ડ કપ માટે અંતિમ 15 માં ફેરફાર કરતા જોઈએ. ચહલ વિશે સેહવાગે કહ્યું કે, તે જાણે છે કે તેના ફોર્મેટમાં બોલિંગ કેવી રીતે કરવી, વિકેટ કેવી રીતે લેવી.
આઈસીસીએ ટીમમાં ફેરફાર માટે 10 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. ચહલ પાસે ઘણો અનુભવ છે, કારણ કે તેણે 49 ટી-20 મેચ રમી છે અને 63 વિકેટ લીધી છે. આ ઉપરાંત તેને આ સીઝનમાં આરસીબી માટે સારું પ્રદર્શન કર્યું છે. હવે જોવાનું એ છે કે પસંદગીકારોનું મન બદલાય છે કે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
