શુભમન ગિલ સાથેના ડિપફેક ફોટોને લઈને ભડકી સારા તેંડુલકર, જાણો શું કહ્યું?
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ઘણી સેલિબ્રિટીઓના ડિપફેક ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ લિસ્ટમાં સારા તેંડુલકરનું પણ નામ છે. હવે સારાએ આ મુદ્દે મૌન તોડ્યુ છે અને ભડકી છે.
સારા તેંડુલકર તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેનું નામ ભારતીય ઓપનર શુભમન ગિલ સાથે જોડાઈ રહ્યું છે.

અહેવાલો અનુસાર, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાલમાં જ સારા તેંડુલકર ડીપફેકનો શિકાર બની હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
સોશિયલ મીડિયા પર દરરોજ સેલિબ્રિટીના ફોટા સાથે છેડછાડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ ઘટના કેટરિના કૈફ, રશ્મિકા મંદન્ના, કાજોલ અને પછી સારા તેંડુલકર સાથે બની છે.
સારા તેંડુલકરની તસવીર તેના કથિક બોયફ્રેન્ડ શુભમન ગિલ સાથે અપલોડ કરવામાં આવી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હવે આ બધાથી પરેશાન સારાએ પોતાનો ગુસ્સો ટ્રોલર્સ પર ઠાલવ્યો છે.
સારા તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ કે, સોશિયલ મીડિયા આપણા બધા માટે આપણાં આનંદ, દુ:ખ અને દૈનિક પ્રવૃત્તિઓ શેર કરવા માટે એક અદ્ભુત સ્થળ છે. જો કે, ટેકનોલોજીનો દુરુપયોગ ચિંતાજનક છે. તે સત્યથી દૂર લઈ જાય છે. મેં મારા કેટલાક ડીપફેક ફોટા જોયા જે વાસ્તવિકતાથી દૂર છે.
આ સિવાય સારાએ આગળ જણાવ્યું કે, તેનું કોઈ એક્સ-ટ્વિટર એકાઉન્ટ નથી. અન્ય કોઈ તેમના નામે તેનો દુરુપયોગ કરી રહ્યું છે. સારાએ લખ્યું કે, મારી પાસે કોઈ એક્સ એકાઉન્ટ નથી અને મને આશા છે કે આ તમામ ગતિવિધિઓ પર જલ્દી કાર્યવાહી કરવામાં આવશે.
થોડા સમય બાદ સારાએ તેની ઈન્સ્ટા સ્ટોરી ડિલીટ કરી દીધી. તમને જણાવી દઈએ કે સારા અને તેના ભાઈ અર્જુન તેંડુલકરની તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે. ફોટોમાં અર્જુનની જગ્યાએ શુભમન ગિલની તસવીર લગાવવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
