માસ્ટર બ્લાસ્ટર સચિને આઇપીએલને કહ્યું અલવિદા
કલકત્તા, 27 મે: ક્રિકેટના ભગવાન કહેવામાં આવતાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દિધી છે. કલકત્તાના ઇડન ગાર્ડન મેદાનમાં રવિવારે રમવામાં આવેલા આઇપીએલ-6ના ફાઇનલ મુકાબલામાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયંસની ટીમની જીત અને આઇપીએલ ચેમ્પિયન બન્યા બાદ સચિન તેંડુલકરે આ જાહેરાત કરી હતી. જો કે સચિન તેંડુલકરે આજે મેચમાં ભાગ લીધો ન હતો.
સચિન તેંડુલકરે પોતાની ટીમની ખિતાબી જીત બાદ કહ્યું હતું કે આ મારી છેલ્લી આઇપીએલ હતી. હું માનું છું કે આ આઇપીએલને અલવિદા કહેવાનો યોગ્ય સમય છે. મારે વાસ્તવિકતાને સ્વિકાર કરવી જોઇએ. મે નિર્ણય કર્યો છે કે આ મારી છેલ્લી આઇપીએલ છે. આનાથી જોરદાર સમાપન હોય ન શકે.
જ્યારે એક મહાન બેસ્ટમેન સુનિલ ગાવસ્કરે સચિન તેંડુલકરને પૂછ્યું હતું કે શું આગામી વર્ષે વાનખેડેમાં મુંબઇ ઇન્ડિયંસની પ્રથમ મેચ રમીને સંન્યાસ લેવો પસંદ કરશે નહી, તો સચિન તેંડુલકરે કહ્યું હતું કે 'મેં વર્લ્ડકપ માટે 21 વર્ષ સુધી રાહ જોઇ પરંતુ આઇપીએલ ખિતાબ માટે ફક્ત છ વર્ષ રાહ જોવી પડી. આ માટે એકદમ ખાસ છે. હું આઇપીએલના આગામી સત્રમાં રમીશ નહી, તેમને કહ્યું હતું કે 'હું ટ્રોફીને ચૂમવા માટે બેતાબ છું. બધાનો આભાર માનવાનો આ યોગ્ય સમય છે.'

ગત વર્ષે ડિસેમ્બરમાં એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર સચિન તેંડુલકર આ વખતે આઇપીએલમાં અપેક્ષિત પ્રદર્શન કરી શક્યા નથી. તેમને કહ્યું હતું કે 14 મેચોમાં 22.07ની એવરેઝ સાથે 287 રન બનાવ્યા અને તેમનો ઉચ્ચતમ સ્કોર 54 રનનો રહ્યો છે.
સચિન તેંડુલકરે 13 મેના રોજ સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ બેટીંગ કરતી વખતે ઇજા પહોંચી હતી અને ત્યારબાદ કોઇ મેચમાં રમી શક્યા ન હતા. તેમને 2008માં આઇપીલની શરૂઆત સાથે જ મુંબઇ ઇન્ડિયંસનો ભાગ રહ્યાં છે. તેમને આ ટૂર્નામેન્ટમાં 78 મેચોમાં 34.83ની એવરેઝ સાથે 2334 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 13 અર્ધશતકનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 198 ટેસ્ટ મેચ રમનાર સચિન તેંડુલકર લાંબાગાળાથી ક્રિકેટ સાથે સંકળાયેલા છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
