સચિન ફીવર છવાયો મુંબઇમાં જુઓ તસવીરો
ભારતીય ક્રિકેટના ભગવાન, માસ્ટર બ્લાસ્ટર સહિતના નામથી જાણીતા બનેલા સચિન તેંડુલકર પોતાની કારકિર્દીની 200મી અને અંતિમ ટેસ્ટ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમી રહ્યાં છે. આ તકે તેમની મેચ નિહાળવા માટે મેદાનમાં તેમના માતા, સાસુ સસરા, પત્ની, બાળકો, તથા બૉલીવુડ હસ્તીઓ આવી હતી. મેદાન જાણે કે સચિન મય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો.
આજે સવારથી જ મુંબઇમાં સચિન ફિવર છવાયેલું જોવા મળ્યું હતું. ભારત તેમજ વિદેશમાંથી સચિનની બેટિંગ અને તેણે ક્રિકેટમાં જે યોગદાન આપ્યું છે, તેને સરાહવા માટે વાનખેડે સ્ટેડિયમમાં તેને ચાહકોનો જમાવડો જોવા મળ્યો હતો. આમિર ખાન સ્પેશિયલ આ મેચ જોવા માટે સવારે આવ્યા હતા. મેદાન અને મેદાન બહાર સચિનનો ફિવર જોવા મળ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ ટીમ તરફથી સચિનને ખાસ ટીશર્ટ આપવામાં આવી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ સચિનની 200મી ટેસ્ટમાં છવાયેલો સચિન ફીવર.

મેચ નિહાળવા આવ્યા સચિનના માતા
મુંબઇમાં સચિન તેંડુલકરની 200મી અને અંતિમ ટેસ્ટ મેચ નિહાળવા માટે તેમના માતા આવ્યા હતા.

સચિનના કોચ રમાકાંત આચરેકર
સચિનની અંતિમ અને 200મી મેચ નિહાળવા માટે આવેલા તેમના કોચ રમાકાંત આચરેકર. તેમને મળી રહેલા સચિનના પત્ની અંજલિ તેંડુલકર.

સ્ટેડિયમમાં સચિનના પત્ની
સચિનની 200મી ટેસ્ટ નિહાળવા માટે તેમના પત્ની અંજલિ તેંડુલકર તેમના માતા-પિતા સાથે આવ્યા હતા.

બેનર લઇને ઉભેલા સચિનના ફેન્સ
વાનખેડે સ્ટેડિયમ બહાર સચિનના બેનર લઇને ઉભેલા સચિન તેંડુલકરના પ્રશંસકો.

સચિનને ટી શર્ટ
વેસ્ટ ઇન્ડિઝના સુકાની ડેરેન સામીએ ટીપ વતી સચિન તેંડુલકરને એક ટી શર્ટ ભેટમાં આપી હતી.

સચિનની સ્પેશિયલ પોસ્ટલ સ્ટેમ્પ
વાનખેડે સ્ટેડિયમમાં સચિનની સ્પેશિયલ પોસ્ટલ સ્ટેમ્પને રજુ કરી રહેલા કેન્દ્રિય મંત્રી કપીલ સિબ્બલ.

સચિનની તસવીર દર્શાવી રહેલા તેમના માતા
વાનખેડે સ્ટેડિયમમાં સચિનની 200મી ટેસ્ટ મેચ જોવા માટે આવેલા તેમના માતાએ સચિનની તસવીર દર્શાવી હતી.

પોસ્ટર દર્શાવી રહેલા પ્રશંસકો
વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ પહેલા વાનખેડે સ્ટેડિયમમાં સચિનના પોસ્ટર દર્શાવી રહેલા તેના પ્રશંસકો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
