આઇપીએલ 6: ગેઇલનું વાવાઝોડું, કોલકતાના સુપડાસાફ, તસવીરો
બેંગ્લોર, 11 એપ્રિલઃ બેંગ્લોર ખાતે રમાઇ રહેલી આઇપીએલની 12મી મેચમાં કોલકતા સામેની મેચમાં ગેઇલની ધમાકેદાર બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સે આઠ વિકેટથી વિજય મેળવ્યો છે. કોલકતાએ આપેલા 155 રનના લક્ષ્યાંકને બેંગ્લોરે 17.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. બેંગ્લોર તરફથી ગેઇલએ શાનદાર 85 રન બનાવ્યા હતા. ગેઇલે 50 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે નવ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. કોલકતા તરફથી બાલાજી અને મેક્લરેને એક-એક વિકેટ મેળવી હતી.
કોલકતા નાઇટ રાઇડર્સ તરફથી મળેલા 155 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને પ્રથમ ઝટકો એમ અગ્રવાલના રૂપમા પડ્યો હતો, અગ્રવાલ 6 રન બનાવીને મેક્લરેનની ઓવરમાં બિસ્લાના હાથે ઝલાઇ ગયો હતો, જ્યારે વિરાટ કોહલી 35 રનના વ્યક્તિગત સ્કોર પર બાલાજીની ઓવરમાં મોર્ગનના હાથે કેચ આઉટ થઇ ગયો હતો, કોહલીએ 27 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ ગેઇલે તુફાની બેટિંગ કરી હતી. ગેઇલએ અણનમ 85 રન ફટકાર્યા હતા, જ્યારે એબીડી વિલિયર્સે અણનમ 22 રન ફટકાર્યા હતા.
આ પહેલા રોયલ ચેલેન્જર્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નાઇટ રાઇડર્સે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. નાઇટ રાઇડર્સ તરફથી સુકાની ગૌતમ ગંભીરે શાનદાર ઇનિંગ રમતા 59 રન બનાવ્યા હતા. ગંભીરે 46 બોલનો સામનો કરીને સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ ઉપરાંત યુસુફ પઠાણે 27 અને મનોજ તિવારીએ 23 રનનું યોગદાન આપ્યું હતું. નાઇટ રાઇડર્સની શરૂઆત ખરાબ રહી હતી. માનવિંદર બિસલા સતત ત્રીજી વખત નિષ્ફળ રહ્યો હતો અને ત્રણ રનના વ્યક્તિગત સ્કોર પર મોએસિસ હેનરિક્સની ઓવરમાં લોકેશ રાહુના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ જેક કાલિસ અને ગંભીરે બીજી ઇનિંગ માટે 51 રનની ભાગીદારી નોંઘાવી હતી. આ વચ્ચે કાલીસે આઇપીએલમાં 2000 રન પૂર્ણ કર્યા હતા. આ મુકામે પહોંચનાર તે પહેલો વિદેશી ખેલાડી છે. કાલિસે 16 રન બનાવ્યા હતા. ત્યારબાદ તિવારી(23), મોર્ગન(2), ભાટિયા(13), મેક્લરેને 2 રનનું યોગદાન આપ્યું હતું. રોયલ ચેલેન્જર્સ તરફથી આરપી સિંહે ત્રણ, હેનરિક્સ અને વિનય કુમારે બે-બે વિકેટ મેળવી હતી.

આઇપીએલ 6: ગેઇલનું વાવાઝોડું, કોલકતાનું સુપડાસાફ

આઇપીએલ 6: ગેઇલનું વાવાઝોડું, કોલકતાનું સુપડાસાફ

આઇપીએલ 6: ગેઇલનું વાવાઝોડું, કોલકતાનું સુપડાસાફ

આઇપીએલ 6: ગેઇલનું વાવાઝોડું, કોલકતાનું સુપડાસાફ

આઇપીએલ 6: ગેઇલનું વાવાઝોડું, કોલકતાનું સુપડાસાફ

આઇપીએલ 6: ગેઇલનું વાવાઝોડું, કોલકતાનું સુપડાસાફ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
