રોહિત શર્માની બેવડી સદી, ભારતે ઓસ્ટ્રેલિયાને ચટાડી ધૂળ
બેંગ્લોર, 3 નવેમ્બર: બેંગ્લોરમાં રમાયેલી સાતમી અને અંતિમ મેચ મેચના પ્રથમ દાવમાં રોહિત શર્માએ જબરજસ્ત બેટીંગ કરી હતી, તે વિશ્વના ત્રીજા ક્રમના એવા ખેલાડી બની ગયા છે જેમને વન-ડેમાં 200 રન ફટકાર્યા હોય. તેમને 158 બોલમાં તેને 209 રન બનાવ્યા છે. તેમાં 16 સિક્સર અને 12 ચોગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત શર્માની ધમાકેદાર ઇનિંગના કારણે ભારતે આ મેચ 57 રનથી જીતી લીધી હતી.
રોહિત શર્માએ પહેલાં ભારતના બે ખેલાડી સચિન તેન્ડુલકર અને વિરેન્દ્ર સહેવાગ 200 અથવા તેનાથી વધુ રન બનાવી શક્યા છે. સચિને અણનમ 200 રન બનાવ્યા હતા અને વિરેન્દ્ર સહેવાગે 219 રન બનાવ્યા હત. રોહિત શર્માએ કોઇપણ ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ સિક્સર ફટકારવનો રેકોર્ડ પણ તોડ્યો છે. રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં 16 સિક્સર ફટકારી હતી.

અંતિમ ઓવરોમાં ઓસ્ટ્રેલાઇ બોલરો હાંફળા-ફાંફળા બની ગયા હતા. રોહિત શર્મા મેદાનમાં ચારેબાજુ ચોગ્ગા અને સિક્સર ફટકારી રહ્યાં હતા. અંતિમ પાંચ ઓવરોમાં ભારત દ્વારા 101 રન બનાવવામાં આવ્યા હતા. બેગ્લોર વન-ડેમાં ઓસ્ટ્રેલાઇ ટીમને પોતાના ફાસ્ટ બોલર મિશેલ જોનસનની યાદ જરૂર આવી ગઇ હશે.
209 રન બનાવીને રોહિત શર્મા આઉટ થઇ ગયા હતા, પરંતુ આ સ્કોર પોતાના માટે એક મોટો સ્કોર હતો. ગત મેચમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમી રહેલી પાકિસ્તાનની આખી ટીમે 209 રન બનાવ્યા હતા.
રોહિત શર્માની ધમાકેદાર ઇનિંગના કારણે ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ 384 રનનો પહાડ જેવો લક્ષ્ય રાખ્યો હતો. જો ઓસ્ટ્રેલાઇ ટીમ સારી રીતે બેટીંગ કરતી તો મુકાબલો રોચક બની શકતો.
સીરીઝના સાતમા અને અંતિમ મેચમાં ભારતે ટોસ હાર્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ તેને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. શિખર ધવનની સાથે રોહિત શર્માએ ઓપનિંગ પર ઉતર્યા હતા. રોહિત શર્માએ સારી શરૂઆત કરી હતી. ઓપનિંગ સારી રહી હતી પરંતુ કુલ 112 રનના સ્કોર પર શિખર ધવન આઉટ થઇ ગયો હતો. તેમને 57 બોલમાં 60 રન બનાવ્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
