હું દ્રવિડને ભગવાન માનું છું: પૂજારા
બેન્ગલોર, 21 નવેમ્બરઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી લગાવીને ચર્ચામાં આવેલા ભારતીય ટીમની નવી દિવાલ ચેતેશ્વર પૂજારાએ કહ્યું છેકે તેની તુલના રાહુલ દ્રવિડ સાથે કરી શકાય નહીં. મે હજુ મારી ટેસ્ટ કારકિર્દીનો આગાઝ કર્યો છે, જ્યારે રાહુલે ભારતને ઘણી મેચોમાં વિજેતા બનવામાં મદદ કરી છે.

તેને ટીમ ઇન્ડિયામાં દ્રવિડનો વિકલ્પ કહેવામાં આવતા પૂજારાએ કહ્યું છેકે તેને દ્રવિડ બનવા માટે હજુ લાંબો રસ્તો નક્કી કરવાનો છે. રાહુલ દ્રવિડ મારા આદર્શ છે અને હું તેમનામાંથી પ્રેરણા લઉ છું. તે ટેસ્ટમાં સર્વાધિક રન બનાવાર ત્રીજા ખેલાડી છે. મારા માટે રાહુલ ભગવાનની જેમ છે ભક્ત અને ભગવાનની તુલના ક્યારેય પણ કરી શકાય નહીં.
રાહુલ દ્રવિડને પોતાનાથી સારા ગણાવતા પૂજારાએ કહ્યું કે તે માનસિક રીતે ખણા મજબૂત ખેલાડી હતા, તેમની ટેક્નિક સારી હતી જે આકરી મહેનત કરતા મેળવી હતી તેથી મારી તેમની સાથે તુલના થઇ શકે નહીં. પૂજારાએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં છ મેચોમાં બે સદી અને એક અડધી સદીની મદદથી 570 રન બનાવ્યા છે. તેમજ પ્રથમ શ્રેણીમાં તેણે 69 મેચોમાં 5,201 રન બનાવ્યા છે. જેમાં તેણે 16 સદી અને 22 અડધી સદી ફટકારી છે. પ્રથમ શ્રેણીમાં તેનો ઉચ્ચ સ્કોર 302 છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
