Badminton Asia Championships 2022 : પીવી સિંધુએ જીત્યો બ્રોન્ઝ
બે ઓલિમ્પિક મેડલ જીતનારી પીવી સિંધુ, બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ્સ (BAC) માં બ્રોન્ઝ મેડલ સાથે તેના અભિયાનને સમાપ્ત કર્યું હતું. શનિવારના રોજ ત્રણ ગેમની મેચમાં જાપાનની અકાને યામાગુચી સામે પીવી સિંધુની હાર થઇ હતી.
Badminton Asia Championships 2022 : બે ઓલિમ્પિક મેડલ જીતનારી પીવી સિંધુ, બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ્સ (BAC) માં બ્રોન્ઝ મેડલ સાથે તેના અભિયાનને સમાપ્ત કર્યું હતું. શનિવારના રોજ ત્રણ ગેમની મેચમાં જાપાનની અકાને યામાગુચી સામે પીવી સિંધુની હાર થઇ હતી.

ફાઈનલ રમવાનું સ્વપ્ન તુટ્યું
પીવી સિંધુએ સારી શરૂઆત કરી હતી, પરંતુ તે પોતાની લય જાળવી શકી ન હતી અને એક કલાક અને છ મિનિટ ચાલેલી સેમિફાઇનલમાં ટોચની ક્રમાંકિત અને વિશ્વનીબીજા નંબરની યામાગુચી સામે 21-13, 19-21 16-21 થી પરાજય પામી હતી. આ ટૂર્નામેન્ટમાં સિંધુનો આ બીજો મેડલ છે, તેણે 2014 ગિમચેન સ્ટેજમાં પણ બ્રોન્ઝ મેડલજીત્યો હતો.
|
જીત્યો હતો પ્રથમ સેટ
હૈદરાબાદની ખેલાડીએ પહેલી ગેમ 16 મિનિટમાં સરળતાથી જીતી લીધી હતી. બીજી ગેમમાં ચોથી ક્રમાંકિત સિંધુને પોઈન્ટ વચ્ચે વધુ સમય લેવા બદલ એક પોઈન્ટનોદંડ ફટકારવામાં આવ્યો હતો, જેના કારણે રેફરી સાથે દલીલ થઈ હતી. ચર્ચાએ તેનો લય તોડી નાખ્યો અને યામાગુચીએ મેચ બરાબરી કરી હતી. જાપાની ખેલાડીએફરી લય મેળવી લીધી અને સિંધુને વાપસીની તક આપી ન હતી.

છેલ્લો સેટ હારી ગઇ
સિંધુ નિર્ણાયક રમતમાં શરૂઆતથી જ પાછળ રહી હતી. અંતે, યામાગુચીએ પોઈન્ટ એકત્રિત કરવા માટે પાંચ મેચ પોઈન્ટ બનાવ્યા હતા. હવે સિંધુ અને યામાગુચીવચ્ચેનો જીતનો રેકોર્ડ 13-9 થઈ ગયો છે. સિંધુની હારથી વ્યક્તિગત કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપમાં ભારતના અભિયાનનો પણ અંત આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
