પીવી સિંધુએ કરી ચીની કંપની સાથે ભારતીય બેડમિન્ટનની સૌથી મોટી ડીલ
ચીન જેવા વિકસિત દેશની મોટી કંપની લિ નિંગ સાથે ભારતીય બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુએ 50 કરોડ રૂપિયાની ડીલ કરી.
ચીન જેવા વિકસિત દેશની મોટી કંપની લિ નિંગ સાથે ભારતીય બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુએ 50 કરોડ રૂપિયાની ડીલ કરી. ડીલમાં સ્પોન્સરશિપ અને ઉપકરણ શામેલ છે. આ 4 વર્ષની છે. આ સાથે સિંધુ કોઈ ચીની કંપની સાથે સૌથી મોટી ડીલ કરનારી પહેલી ભારતીય બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે. લિ નિંગ કંપની રમતગમત સાથે જોડાયેલી વસ્તુઓનું નિર્માણ કરે છે.

50 કરોડની આસપાસની ડીલ
ભારતમાં લિ નિંગની ભાગીદારી સનલાઈટ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના નિર્દેશક મહેન્દ્ર કપૂરે જણાવ્યુ કે, ‘આ એ પ્રકારની ડીલ છે જેવી પ્યુમાએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે કરી હતી. સિંધુને 40 કરોડ રૂપિયા સ્પોન્સરશિપ માટે મળશે જ્યારે બાકીની રકમમાં ઉપકરણ શામેલ છે એટલા માટે આ લગભગ 50 કરોડની આસપાસની ડીલ છે.' લિ નિંગે આ પહેલા 2014-15માં પણ સિંધુ સાથે 1.25 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. સિંધુ સાથે ત્યારબાદ 2016માં યોનેક્સે ત્રણ વર્ષ માટે કરાર કર્યા હતા.

આ ભારતીય ખેલાડીઓ સાથે પણ છે ચીની કંપનીની ડીલ
લિ નિંગ કંપનીએ મનુ અત્રિ અને બી સુમીથ રેડ્ડીની પુરુષ યુગલ જોડી સાથે બે વર્ષ માટે ચાર-ચાર કરોડ રૂપિયાની ડીલ કરી છે જ્યારે રાષ્ટ્રમંડળ રમતોના પૂર્વ ચેમ્પિયન પારુપલ્લિ કશ્યપ સાથે કંપનીએ આઠ કરોડ રૂપિયામાં બે વર્ષની ડીલ કરી છે. ચીનની આ કંપનીએ ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે પણ બે વર્ષની ડીલ કરી છે. આ ડીલ હેઠળ કંપની 2020 ટોકિયા ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓ તથા અધિકારીઓને સ્પર્ધાઓ તથા પ્રશિક્ષણ માટે પોષાક અને જૂતા પૂરા પાડશે.

કોહલી સાથે થઈ હતી 100 કરોડની ડીલ
તમને જણાવી દઈએ કે પ્યુમાએ 2017માં કોહલી સાથે આઠ વર્ષ માટે 100 કરોડ રૂપિયાની મોટી ડીલ કરી હતી જે વાર્ષિક લગભગ 12.5 રૂપિયાની છે. વળી રિયો ઓલિમ્પિકમાં રજત પદક જીત્યા બાદ સિંધુની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો હતો અને ગયા વર્ષે ફોર્બ્ઝની યાદીમાં તે વિશ્વમાં કમાણી કરવા મામલે 7માં સ્થાન પર છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
