રોહિત શર્માને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવાની તૈયારી? આ ખેલાડીને બનાવાઈ શકે છે કેપ્ટન

ભારતીય ટીમ 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ જવા રવાના થઈ છે. આ દરમિયાન રોહિત શર્માને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે.

અહેવાલો પર વિશ્વાસ કરીએ તો રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી મુશ્કેલીમાં છે. તેને હવે ટેસ્ટ મેચ માટે પસંદ કરવામાં આવે તેવી શક્યતા નથી. તેના સ્થાને નવા કેપ્ટન તરીકે જસપ્રીત બુમરાહનું નામ ફાઇનલ કરી દેવાયુ છે.

Rohit Sharma

હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, રોહિત શર્માને હવે ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળે. જો આ અહેવાલ સાચો હોય તો 2024-25ની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમાયેલી તેમની છેલ્લી ટેસ્ટ મેચ હતી. આ સાથે જ રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દીનો અંત આવી શકે છે.

જસપ્રીત બુમરાહ હાલ ભારતીય ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન છે. બુમરાહને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 2025માં ભારતીય ટીમનું કેપ્ટન બનાવવામાં આવશે. આ નિર્ણયમાં BCCI એ નોંધ્યું છે કે બુમરાહને આગામી પેઢીના ટેસ્ટ કેપ્ટન તરીકે તૈયાર કરવા માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, 2024નું વર્ષ રોહિત શર્મા માટે ટેસ્ટ ક્રિકેટમાં અત્યંત ખરાબ સાબિત થયું છે. તેની બેટિંગ એવરેજ 25થી પણ ઓછી રહી છે. રોહિતે છેલ્લી 8 ટેસ્ટ મેચમાં ફક્ત 164 રન બનાવ્યા છે, જેમાં ઘણા એક આંકડાના સ્કોર સામેલ છે. આ સમયગાળામાં ભારતે તેમની કેપ્ટનશીપ હેઠળ તમામ 6 ટેસ્ટ મેચ ગુમાવી છે, જેમાં ન્યૂઝીલેન્ડ સામે ઘરમાં વ્હાઇટવોશ અને ઓસ્ટ્રેલિયા સામેની હાર સામેલ છે.

બુમરાહે અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. 2022માં બર્મિંગહામમાં ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં તેમણે કેપ્ટનશીપ કરી હતી. પર્થમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન તેમની શાનદાર બોલિંગ સાથે જીત અપાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X