ક્રિકેટરનો ખુલાસોઃ મેચ ફિક્સિંગ માટે થઇ હતી કૉલગર્લની ઓફર
વેલિંગટન, 3 જુલાઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ) અથવા તો પછી ઇન્ડિયન ક્રિકેટ લીગ(આઇસીએલ)એ ક્રિકેટના રોમાંચને શિખર પર તો લાવી દીધો પરંતુ બીજી તરફ તેને સ્ટેડિયમથી અય્યાશીના અડ્ડા સુધી લઇ જવામાં પણ કોઇ કરસ છોડી નથી. મેચ ફિક્સિંગના કારણે પોતાની કારકિર્દી ખતમ કરનાર અને આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટેર લૂ વિંસેટે ખુલાસો કર્યો છેકે એક ભારતીય સટોડિયાએ 2008માં ઇન્ડિયન ક્રિકેટ લીગ દરમિયાન તેનો સંપર્ક કર્યો હતો અને પછી તેને ફિક્સિંગના જાળમાં ફસાવ્યો હતો.
વિંસેટે જણાવ્યું કે, તેને સટોરિયાએ ડોલર્સ અને કૉલ ગર્લની લાલચ પણ આપી હતી. વિંસેટે એ પણ ખુલાસો કર્યો છેકે, મેચ ફિક્સિંગ કરવામાં એ ક્રિકેટર્સ પણ સામેલ હતા,જેને તે હીરો માની રહ્યો હતો. ન્યુઝીલેન્ડના રેડિયો ચેનલ ન્યુઝટોક જેડબી અને રેડિયો સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યુમાં વિંસેટે જણાવ્યું કે તે એ જાણીને આશ્ચર્ય પામ્યો હતો કે તેના રોલ મોડલ ફિક્સિંગમાં સામેલ છે અને તે તેમની રજૂઆતને અવગણી શક્યો નહીં. જે ખેલાડીએ મને સહારો આપ્યો, પ્રેરણા મળી અને જેમની હાજરીમાં મારો આત્મવિશ્વાસ વધ્યો, તેને હું ના પાડી શક્યો નહીં.

ન્યુઝીલેન્ડથી દૂર રહેવા આઇસીએલ સાથે જોડાયો
વિંસેટે કહ્યું કે, મે ન્યુઝીલેન્ડથી દૂર રહેવા માટે આઇસીએસ સાથે જોડાવાનું નક્કી કર્યું હતું. ત્યાં પૈસા વધારે મળી રહ્યાં હતા. ન્યુઝીલેન્ડમાં અમારી આખી કારકિર્દીમાં અમને સટોરિયાના સંપર્ક અંગે જાણકારી આપવામાં આવતી હતી. હું આઇસીએલમાં સહજતા અનુભવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

અચાનક ફોનની રિંગ વાગી
જ્યારે હું વિચારી રહ્યો હતો ત્યારે અચનાક મારા ફોનની રિંગ વાગી. ફોનની બીજી તરફ એક ભારતીય હતો, જે ઇચ્છતો હતો કે હું તેના દ્વારા આપવામાં આવેલી ક્રિકેટ કિટનો ઉપયોગ કરું. મે તેને કહ્યું કે હું એ કિટ જોવા માગુ છું. બીજા પ્રવાસો પર પણ આવું જ થયું હતું. જ્યારે તમે તમારા રૂમમાં જાઓ છો તો ચારેકોર ખેલના સાધનો પડ્યા હોય છે, તમે તેમાંથી કેટલાકને પસંદ કરો છો અને પછી સોદો કરો છો.

રૂમમાં એક યુવતી બેઠી હતી
હું જ્યારે રૂમમાં દાખલ થયો ત્યારે ત્યાં એક યુવક અને યુવતી બેઠાં હતા, મને લાગ્યું કે આ યુવતી તેની પત્ની હશે પરંતુ તે તેની પત્ની નહીં પણ હની ટ્રેપ હતી. મને સમજવામાં અંદાજે અડધો કલાક લાગ્યો. મે તેને પૂછ્યું કે મારો સામાન ક્યા છે, તો તેણે કહ્યું કે હોટલની લોબીમાં છે.

આ યુવતી કંપની તરફથી આપવામાં આવેલી ભેંટ છે
વિંસેટે કહ્યું કે, જ્યારે હું અસ્વસ્થ થયા બાદ ફ્રેશ થવા માટે બાથરૂમ તરફ ગયો તો તેણે દરવાજો રોકી લીધો અને કહ્યું કે, આ યુવતી અમારી કંપની તરફથી તમને આપવામાં આવેલી ભેંટ છે. મને થોડુંક અજીબ લાગ્યું અને મે ઇન્કાર કરી દીધો. ત્યાર બાદ તેણે ઘણા પૈસા કાઢ્યા અને કહ્યું કે આ પ્રાયોજન માટે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
