સાક્ષી સાથે લુંગીમાં દેખાયા ધોની, કહ્યું 'માઇન્ડ ઇટ'!
નવી દિલ્હી, 2 ઓક્ટોબર: પોતાના સ્ટાઇલિશ અને કુલ અંદાજ માટે દુનિયા ભરમાં જાણીતા ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પોતાની પત્નીની સાથે એકદમ રજનીકાંત અંદાજમાં જોવા મળ્યા.
ચેન્નાઇ સુપર કિંગ્સના ફેસબુક પેજ અનુસાર ધોનીની આ તસવીરો ત્યારે લેવામાં આવી જ્યારે તેઓ રાંચી અને નવી દિલ્હીના હવાઇમથક પર હતા. ધોની ઉપરાંત ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓએ 'સ્પેશિયલ લેંગો અને પેન્ટ્સ' પહેર્યા હતા.
ફેસબુક પર અપલોડ કરવામાં આવેલી આ તસવીરોમાં સુરેશ રૈના, આર અશ્વિન, માઇક હસી અને અન્ય વિદેશી ખેલાડી પણ ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. હવે જો ટીમની વાત કરીએ તો ચેન્નાઇ સુપર કિંગ્સ હજી સુધી ચેમ્પિયન્સ લીગમાં એક પણ મેચ હારી નથી, તેમજ તેમની ટીમ સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ ચૂકી છે.

ધોની એક નવો અંદાજ
ટીમ ઇન્ડિયાના કપ્તાન અને ફેશનેબલ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ લુંગી પહેરીને ફોટો સેશન કરાવડાવ્યું. આ ફોટો ચેન્નાઇ સુપર કિંગ્સના અધિકારીક પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે.

પત્ની સાક્ષીની સાથે ધોની
ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પહેલીવાર જાહેરમાં આ રીતે પોતાની પત્ની સાક્ષી સાથે દેખાયા છે. (Photo: CSK FB page)

લુંગી અવતારમાં સુરેશ રૈના પણ
લુંગી અવતારમાં સુરેશ રૈના પણ નઝરે પડ્યા હતા. લુંગી અવતારમાં સુરેશ રૈના પણ દેખાયા હતા. (Photo: CSK FB page)

લુંગીમાં ધોની
ધોની પહેલીવાર જાહેરમાં આ રીતે મુક્ત અંદાજમાં જોવા મળ્યા છે. (Photo: CSK FB page)

એલ્બી મોર્કેલ
લુંગી પહેરીને હું બોલીંગ નથી કરી શકતો. લગભગ એવું કહી રહ્યા હશે એલ્બી મોર્કેલ. (Photo: CSK FB page)

આર અશ્વિન અને માઇક હસી
આર અશ્વિન અને માઇક હસી પણ ફ્રેંસી પેન્ટ્સમાં દેખાયા હતા.

ક્રિસ મૌરિસ, ડ્વેન બ્રાવો અને ફિજિયોથેરેપિસ્ટ ટોમી સિમસેક
ક્રિસ મૌરિસ, ડ્વેન બ્રાવો અને ફિજિયોથેરેપિસ્ટ ટોમી સિમસેક લગભગ એવું વિચારી રહ્યા હશે કે તેમનામાંથી સૌથી સારુ કોણ દેખાઇ રહ્યું છે. (Photo: CSK FB page)

લુંગીમાં જાડેજા
રવિન્દ્ર જાડેજા પણ લુંગી પહેરતા દેખાયા હતા. લુંગી પહેરીને તૈયાર થતા 'સર' રવિન્દ્ર જાડેજા. (Photo: CSK FB page)

લુંગી પહેરીને મસ્તી કરતા અશ્વિન અને મુરલી
લુંગી પહેર્યા બાદ મસ્તી કરતા બદ્રીનાથ, મુરલી વિજય અને આર અશ્વિન.(Photo: CSK FB page)

મોહિત શર્મા
ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડી મોહિત શર્મા.(Photo: CSK FB page)
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
