સ્ટુઅર્ટ બિન્નીની વાઈફ મયંતી લેંગરની સ્ટાઈલના લોકો દિવાના છે, સોશિયલ મીડિયા પર બિન્નીને પણ ટક્કર આપે છે!
ક્રિકેટ ભારતમાં સૌથી લોકપ્રિય રમત છે અને ખેલાડીઓને લઈને ફેન્સમાં ઘણો ક્રેઝ છે. પરંતુ માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલા ઘણા લોકો પણ ફેન્સ માટે કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી.
ક્રિકેટ ભારતમાં સૌથી લોકપ્રિય રમત છે અને ખેલાડીઓને લઈને ફેન્સમાં ઘણો ક્રેઝ છે. પરંતુ માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલા ઘણા લોકો પણ ફેન્સ માટે કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. મયંતી લેંગર ભારતીય ક્રિકેટ જગતનું એક એવું નામ છે, જેની લોકપ્રિયતા ખેલાડીઓથી ઓછી નથી. મયંતી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે અને લાઈવ મેચ કવર કરવા ઉપરાંત સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ હોસ્ટ કરે છે. ખાસ કરીને તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગને લાંબા સમય સુધી કવર કર્યું છે.

ગ્લેમરસ છે બિન્નીની વાઈફ મયંતી લેંગર
મયંતીના પિતા નવી દિલ્હીના છે અને એક આર્મી ઓફિસર હતા. મયંતિએ વર્ષ 2006માં સ્પોર્ટ્સ જર્નાલિઝમમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં મયંતી અમેરિકામાં કામ કરતી હતી પરંતુ તે પછી તે ભારત પરત આવી ગઈ. મયંતીએ વર્ષ 2008થી ઈન્ડિયન પ્રીમિયર લીગથી ક્રિકેટ કવર કરવાનું શરૂ કર્યું હતું. આ પછી તેને ક્રિકેટ સાથે ઊંડો સંબંધ જોડાયો. આ જ કારણ છે કે તેણે 2011, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપને હોસ્ટ કર્યુ હતું.

મયંતીને મેદાન પર જોઈને દર્શકો ઘાયલ થઈ જાય છે
જ્યારે મયંતી મેદાન પર આવતી ત્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકો તેને જોઈને ખુશ થઈ જતા. મયંતી ખૂબ જ સ્ટાઇલિશ છે અને તેની બોલવાની સ્ટાઇલ ઘણી અલગ છે. તેની દરેક એક્ટિંગ ચાહકોને ખૂબ આકર્ષે છે.

મયંતી જિંદાદિલ વ્યક્તિ છે
મયંતી અમીર હોવાની સાથે સાથે જિંદાદિવ વ્યક્તિ પણ છે. એક રિપોર્ટ અનુસાર, તેની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયાની આસપાસ છે અને તે ખૂબ જ સ્ટાઇલિશ જીવન જીવવાનું પસંદ કરે છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. મયંતી અવારનવાર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે. ખાસ કરીને તેનો ગ્લેમરસ લુક દર્શકોને તેના દિવાના બનાવે છે. મયંતી લેંગરના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તે દુનિયામાં જ્યાં પણ જાય છે, તે પોતાની તસવીરો પોસ્ટ કરવાનું ભૂલતી નથી, જેને હજારો લાઈક્સ મળે છે.

બિન્ની પહેલા ઈન્ટરવ્યુમાં જ ઘાયલ થઈ ગયો હતો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્ની 2007માં ઈન્ડિયન ક્રિકેટ લીગની એક મેચ દરમિયાન મયંતી લેંગરને મળ્યો હતા. તે મેચમાં સ્ટુઅર્ટ બિન્નીએ તેની ટીમ હૈદરાબાદ હીરોઝ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે મેચમાં મયંતી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે કામ કરી રહી હતી. મેચ બાદ જ્યારે મયંતી બિન્નીના ઈન્ટરવ્યુ લેવા આવી તો તે તેની સામે જોઈ જ રહ્યો. તે મુલાકાત દરમિયાન જ બિન્નીએ તેને પોતાનું દિલ આપી દીધુ હતુ.

2012 માં બિન્ની સાથે લગ્ન કર્યા
2007માં બંને વચ્ચે પ્રેમસંબંધ વધવા લાગ્યો અને વર્ષ 2012માં બંનેએ લગ્ન કરી લીધા. મયંતીએ એક વર્ષ પહેલા 2021માં પુત્રને જન્મ આપ્યો હતો. મયંતીના સસરા અને બિન્નીના પિતા રોજર બિન્ની પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. રોજર 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય હતા.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
