PBKS vs GT : પંજાબ સામે ગુજરાતની આસાન જીત, ગિલની અડધી સદી
ગુજરાત ટાઇટન્સે મોહાલીમાં IPL 2023 ની ત્રીજી જીત મેળવી છે. પંજાબ કિંગ્સ સામે ગુજરાતે છ વિકેટે મેચ જીતી ત્રીજી જીત પોતાના નામે કરી. 154 રનનો પીછો કરતા ગુજરાતે ચાર વિકેટ ગુમાવીને મેચ આશાનીથી જીતી લીધો છે. ગુજરાતે ચારમાંથી ત્રણ મેચ જીતી છે. આ જીત સાથે ગુજરાતની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે.
ગુજરાત માટે શુભમન ગિલે ફરી એક વખત ધમાકેદાર ઈનિંગ્સ રમી અને ટીમને જીત અપાવી. શુભમન ગિલે 40 બોલમાં પોતાની અડધી સદી સાથે 67 રનની ઈનિંગ્સ રમી. IPL 16 માં શુભમન ગિલની આ બીજી અડધી સદી છે. શુભમન ગિલે IPLમાં પંજાબ સામે સૌથી વધુ પાંચ વખત અડધી સદી ફટકારી છે. શુભમન ગીલની જોરદાર ઇનિંગ્સના કારણે ગુજરાતની ટીમ આ મેચ જીતવામાં સફળ રહી.

ગિલ સિવાય ગુજરાત ટાઇટન્સ માટે રિદ્ધિમાન સાહાએ શાનદાર ઇનિંગ રમી. રિદ્ધિમાન સાહાએ માત્ર 19 બોલમાં 30 રનની ઇનિંગ રમી. જો કે આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા કંઈ ખાસ કરી શક્યો નથી. હરપ્રીત બ્રારની બોલ પર શોટ મારવાના પ્રયાસમાં કેચ આઉટ થયો અને પેવેલિયન પરત ફર્યો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મેથ્યુ શોર્ટે સૌથી વધુ 36 રન બનાવ્યા. શોર્ટ સિવાય અન્ય કોઈ બેટ્સમેન બેટથી મોટી ઇનિંગ્સ રમી શક્યો નહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
