PBKS vs DC Toss : આજે ટોસ કોણ જીત્યુ? જાણો કોનું પલ્લુ ભારે?
આઈપીએલનો બીજો મુકાબલો પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાવા જઈ રહ્યો છે. આ મેચ સાથે ઋષભ પંચ અકસ્માત બાદ ગ્રાઉન્ડ પર પરત ફરી રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેના મુકાબલામાં પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ બંને તેમની પ્રથમ મેચ જીતીને ટૂર્નામેન્ટની મજબૂત શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.
IPLના ઈતિહાસમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઘણી શક્તિશાળી મેચો રમાઈ છે. બંને ટીમો વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો પંજાબ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં કુલ 32 મેચ રમાઈ છે. આ તમામ મેચોમાં બંને ટીમો વચ્ચે બરાબરીનો મુકાબલો જોવા મળ્યો છે.
દિલ્હી અને પંજાબ વચ્ચેની 32 મેચોમાંથી દિલ્હી કેપિટલ્સ ટીમે 16 મેચ જીતી છે. પંજાબે બાકીની 16 મેચ જીતવામાં સફળતા મેળવી છે. ગત સિઝનની વાત કરીએ તો આ બંને ટીમો વચ્ચે કુલ બે મેચ રમાઈ હતી. આ બંને મેચ પંજાબ કિંગ્સે જીતી હતી. છેલ્લી પાંચ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમ માત્ર બે વખત જ જીતવામાં સફળ રહી છે.
દિલ્હીના કેપ્ટન ઋષભ પંતની વાપસીથી ટીમ આ સિઝનમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. દિલ્હી પાસે ઘણા મેચ વિનિંગ ખેલાડીઓ છે. પૃથ્વી શો, ડેવિડ વોર્નર ઉપરાંત ટીમને મિચેલ માર્શ પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.
બોલિંગમાં કુલદીપ યાદવ સિવાય અક્ષર પટેલ, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા અને એનરિક નોરખિયા પોતાની પ્રતિભા બતાવશે.
બંને ટીમોના પ્લેઇંગ 11
પંજાબ કિંગ્સ: શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, સેમ કુરન, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, શશાંક સિંહ
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, શાઈ હોપ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), રિકી ભુઈ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
