મોહમ્મદ શમીને પ્રપોઝ કરનારી પાયલ ઘોષે ગૌતમ ગંભીર અને ઇરફાન પઠાણ પર ગંભીર આરોપ લગાવ્યા, જાણો શું કહ્યું?
વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીને જાહેરમાં મેરેજ પ્રપોઝલ આપનારી અભિનેત્રી પાયલ ઘોષે એક પછી એક ટ્વિટ કરીને વિવાદોનો મધપુડો છેડ્યો છે.
પાયલ ઘોષે પોતાના ટ્વીટમાં ભારતના દિગ્ગજ ખેલાડી ઈરફાન પઠાણને તેનો બોયફ્રેન્ડ ગણાવ્યો છે અને કહ્યું કે, તેનું અને ઈરફાન પઠાણનું અફેર લગભગ પાંચ વર્ષ સુધી ચાલ્યું અને તે પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું.

પાયલ ઘોષે પોતાના ટ્વીટમાં સ્પષ્ટ કર્યું છે કે, તેણે શમી સાથે લગ્ન કરવા અંગેની ટ્વીટ મજાકમાં કરી હતી. એક યુઝરને જવાબ આપતા તેણીએ લખ્યું કે, અરે ભાઈ, મેં મજાકમાં ટ્વીટ કર્યું હતું, હું કોઈ શમી-વમી સાથે લગ્ન કરવા નથી માંગતી, હું સામાન્ય છોકરાને પસંદ કરીશ, તે પણ વફાદાર. એ પણ સાંભળી લો કે મે ઈરફાન પઠાણને પાંચ વર્ષ સુધી ડેટ કર્યું, પછી બધું ખતમ થઈ ગયું, હવે હું સરળતાથી કોઈ પર વિશ્વાસ નથી શકતી નથી.
આ પછી તેણીએ આગળ ટ્વિટ કર્યું કે, ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર બધા મારા પાછળ હતા પરંતુ હું ફક્ત ઇરફાન પઠાણને પ્રેમ કરતો હતો, મેં તેના સિવાય બીજો દેખાતો નહોતો. હું ઇરફાનને દરેક વાત કહેતી હતી. દરેકના મિસકોલ દેખાડતી હતી.
Irfan mera boyfriend pehle tha .. we were dating since 2011 Aur isme shaadi 2016 mein kiya …. So shut the fuck up https://t.co/LkRUbY7I4W
— Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023
આ પછી તેણીએ કહ્યું કે, એક બીજી વાત છે, અનુરાગ કશ્યપે મારી સાથે બળાત્કાર કર્યો પરંતુ અક્ષય કુમારે ક્યારેય મારી સાથે કોઈ અભદ્રતા નથી કરી, તે આટલો મોટો સ્ટાર છે, હું હંમેશા તેનું સન્માન કરીશ. અનુરાગ કશ્યપ અક્ષયના પગમાં જૂતું પણ નથી.
પાયલ ઘોષ અહીં ન અટકી અને આગળ લખ્યું કે ગૌતમ ગંભીર મને સતત મિસકૉલ કરતો અને ઈરફાન પઠાણ આ વાત સારી રીતે જાણતો હતો. તે મારો દરેક કોલ ચેક કરતો. તેણે આ વાત યુસુફભાઈ, હાર્દિક-કુણાલ પંડ્યાને પણ કહી હતી, જ્યારે હું ઈરફાનને મળવા પુણે ગઈ હતી, ત્યાં તે સમયે બરોડાની હોમ મેચ ચાલી રહી હતી.
Gautam Gambhir mujhe regularly miscall dete the , yeh Irfan ko bohot achhi ta rah pata tha , woh mera sab calls check karta tha .. woh yeh baat mere Samna Yusuf bhai, Hardik Aur Krunal Pandya ko bhi bataya tha jab main irfan ko Pune mein Milne gayi thi.. Domestic match tha…
— Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023
આ પછી તેણે લખ્યું કે, અરે ઈરફાન ક્યારેક તો મારા વિશે કહી દો, ક્યાં સુધી મોંમાં દહીં લઈને બેસી રહેશો. આ પછી તેણીએ પોતાનો અને ઈરફાનનો એક ફોટો પણ શેર કર્યો અને લખ્યું, અમારા બ્રેકઅપ પછી હું બીમાર પડી ગઈ, હું વર્ષો સુધી કામ ન કરી શકી પરંતુ એ વાત સંપૂર્ણપણે સાચી છે કે તે એકમાત્ર વ્યક્તિ છે, જેને હું મારા દિલથી ઈચ્છું છું.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
