Paris Olympics 2024, Vinesh phogat: વિનેશ ફોગાટના મેડલ પર આજે થશે નિર્ણય, આ દિગ્ગજ વકિલ લડશે કેસ
Paris Olympics 2024, Vinesh phogat: પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ રેસલિંગ મેચ પહેલા ગેરલાયક ઠરેલી ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટના મેડલ પર આજે નિર્ણય લેવામાં આવશે.
વિનેશ માટે એક સારા સમાચાર એ છે કે, ભારતીય ઓલિમ્પિક સંઘનું પ્રતિનિધિત્વ પ્રખ્યાત ભારતીય વકીલ હરીશ સાલ્વે કરશે.
હરીશ સાલ્વે ફોગાટનો કેસ લડશે - હરીશ સાલ્વે, ભારતના પૂર્વ સોલિસિટર જનરલ અને કિંગ્સ કાઉન્સેલ, એએનઆઈને પુષ્ટિ આપી કે, તેમને રમતગમત માટે આર્બિટ્રેશન કોર્ટમાં વિનેશ ફોગાટનો કેસ લડવા માટે IOA દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે.
સુનાવણી ક્યારે થશે? - ઉલ્લેખનીય છે કે, વિનેશને તેના 50 કિલો વજનની શ્રેણીમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. કારણ કે, ફાઈનલ મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. હવે વિનેશે CASમાં તેની સામે કેસ દાખલ કર્યો છે.

CASમાં આજે એટલે કે 9મી ઓગસ્ટના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે સુનાવણી શરૂ થશે.
ઈન્ટરનેશનલ કોર્ટમાં લડ્યો હતો કુલભૂષણ જાધવનો કેસ - આ પહેલા હરીશ સાલ્વે પાકિસ્તાનમાં જેલમાં બંધ કુલભૂષણ જાધવનો કેસ ઈન્ટરનેશનલ કોર્ટમાં લડ્યા હતા. લાખો રૂપિયાની ફી વસૂલતા સાલ્વે તે સમયે એક રૂપિયો પણ લેતા ન હતા. આ મામલામાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.
વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી - વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાંથી અયોગ્ય જાહેર થયા બાદ ગુરુવારના રોજ રેસલિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટમાં વિનેશ ફોગાટે જણાવ્યું હતું કે, માતા કુસ્તી મારાથી જીતી, હું હારી ગઈ. મને માફ કરજો, તમારું સ્વપ્ન અને મારી હિંમત તૂટી ગઈ છે. હવે મારામાં વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. તમારી ક્ષમા માટે હું હંમેશા આપ સૌની ઋણી રહીશ.
રેસલિંગ ફેડરેશને રિટાયરમેન્ટ પાછું ખેંચવા જણાવ્યું - ઉલ્લેખનીય છે કે, ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સંજય સિંહે વિનેશ ફોગટને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાની વિનંતી કરીને પ્રતિક્રિયા આપી હતી.
ANI સાથે વાત કરતા સંજય સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિનેશ ફોગાટની જાહેરાત ઉતાવળમાં કરવામાં આવી હોવાનું જણાય છે, અને તેણે ભારત પરત ફર્યા બાદ તેના પરિવાર, ફેડરેશન અને અન્ય રમત-ગમત અધિકારીઓ સાથે તેની નિવૃત્તિ અંગે ચર્ચા કરવી જોઈએ તેવું સૂચન કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
