Paris Olympics 2024: મનુ ભાકરે ઇતિહાસ રચ્ચો, 25 મીટર પિસ્ટલની ફાઈનલમાં પહોંચી
પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે સ્ટાર બનેલી મનુ ભાકર એક પછી એક ઇતિહાસ રચી રહી છે. હવે મનુ ભાકરે ભારતને વધુ એક મેડલની ઉમ્મીદ જગાડી છે.
મનુ ભાકરે તેના શાનદાર પ્રદર્શનને ચાલુ રાખતા મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

મનુ ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા ક્રમે રહી. જો કે અન્ય એક ભારતીય ઈશા સિંહ ફાઇનલમાં ક્વોલિફાય કરી શકી નથી. ઈશા ક્વોલિફિકેશનમાં 18મા ક્રમે રહી.
મનુએ પ્રિસિઝન રાઉન્ડમાં 294 અને ઝડપી રાઉન્ડમાં 296 સ્કોર બનાવ્યો. મનુનો કુલ સ્કોર 590 હતો અને તેણે 24 X લગાવ્યા. હંગેરીની મેજર વેરોનિકા પ્રથમ ક્રમે રહી. તેણે પ્રિસિઝન રાઉન્ડમાં 294 અને ઝડપી રાઉન્ડમાં 298 સ્કોર કર્યા.
વેરોનિકાનો કુલ સ્કોર 592 હતો અને તેણે 27 X એટલે કે પરફેક્ટ 10નો સ્કોર કર્યો. ફ્રાન્સની વેરોનિકા અને કેમિલ જેડ્રેજેવેસ્કી, જેમણે પ્રીસીઝન રાઉન્ડમાં ટોપ ટુમાં સ્થાન મેળવ્યું, તેણે પણ મનુની જેમ 294 પોઈન્ટ મેળવ્યા, પરંતુ બંનેએ X (લક્ષ્યની મધ્યમાં) પર વધુ હિટ કરીને પ્રથમ બે સ્થાનો કબજે કર્યા. મનુએ X પર સાત શોટ લીધા જ્યારે વેરોનિકા અને કેમિલે અનુક્રમે 15 અને 13 વખત શોટ કર્યા.
જણાવી દઈએ કે, મનુ ભાકરે ભારત માટે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ઓલિમ્પિક ઈતિહાસમાં કોઈ ભારતીય એથ્લેટે આવું પ્રદર્શન કર્યું નથી. તે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ડબલ્સમાં ઈશા સિંહ સાથે ટક્કરમાં હતી. જો તે અહીં પણ મેડલ જીતવામાં સફળ રહેશે તો મેડલની હેટ્રિક નોંધાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
