PAK vs ENG : વર્લ્ડ કપમાંથી પાકિસ્તાનની ઘરવાપસી, જાણો સેમિફાઈનલમાં ભારત સામે કોણ ટકરાશે?
આખરે વર્લ્ડ કપ સેમિફાઈનલ માટેનું ચિત્ર સાફ થઈ ગયુ છે. પાકિસ્તાન સત્તાવાર રીતે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયુ છે.
ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની અંતિમ લીગ સ્ટેજની મેચમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરે તો પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે તે નક્કી હતું. પાકિસ્તાને બહુ ઓછા બોલમાં ગેમ પોતાના નામે કરવી જરૂરી હતી.

પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે 2.4 ઓવરમાં સ્કોરનો પીછો કરવાનો હતો. જે અશક્ય હતુ. પાકિસ્તાનની ટીમ 16 બોલમાં કેટલો સ્કોર કરી શકે છે? જો તમામ 16 બોલમાં સિક્સર ફટકારવામાં આવે તો પણ સ્કોર 96 રન થશે. ઈંગ્લેન્ડે આનાથી વધુ રન બનાવ્યા હતા.
જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડે શાનદાર બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 337 રન બનાવ્યા છે. જેના જવાબમાં પાકિસ્તાન 18 ઓવરમાં 3 વિકેટે 75 રન સાથે રમી રહ્યુ છે. આમ પાકિસ્તાન હવે બહાર થઈ ગયુ છે.
ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યા છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈમાં પ્રથમ સેમીફાઈનલ રમાશે. 16 નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર જોવા મળશે.












Click it and Unblock the Notifications
