Olympics 2024 : ભારતીય હોકી ટીમની ધમાલ, શૂટઆઉટમાં જીત સાથે સેમિફાઈનલમાં એન્ટ્રી
Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વાટર ફાઈનલમાં પહોંચ્યા બાદ હવે બ્રેટબ્રિટનને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.
ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચમાં કાંટાની ટક્કર જોવા મળી. પ્રથમ હાફ સુધી બંને ટીમો તરફથી એક-એક ગોલ જોવા મળ્યો.

આ પછી બંને ટીમો તરફથી કોઈ ગોલ ન થયો અને મેચ શૂટઆઉટ સુધી પહોંચી. ભારતે શૂટઆઉટમાં જીત મેળવી અને સતત બીજી ઓલિમ્પિકમાં સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
પ્રથમ ક્વાર્ટરની શરૂઆતની મિનિટોમાં ગ્રેટ બ્રિટન તરફથી હુમલો જોવા મળ્યો. આ સમયે ભારત તરફથી ડિફેન્સ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું અને સફળતા પણ મળી. આ પછી ભારતે વળતો હુમલો કર્યો. બંને ટીમોને પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ કોઈ ગોલ ન થયો.
બીજુ ક્વાર્ટરમાં ભારત માટે ખાસ ન રહ્યું. અમિત રોહિદાસને વિરોધી ખેલાડી સાથે ટક્કર કરવા બદલ રેડ કાર્ડ આપવામાં આવતા મેચમાંથી બહાર કરી દેવાયો. જો કે રિપ્લેમાં એવું લાગી રહ્યું હતું કે ટક્કર જાણી જોઈને કરવામાં આવી ન હતી પરંતુ જર્મન ટીવી અમ્પાયરે ભારત વિરુદ્ધ નિર્ણય આપ્યો અને એક ખેલાડીને મેચમાંથી બહાર કરવામાં આવ્યો.
અમિતને વધુમાં વધુ 10 મિનિટ માટે બહાર રાખી શકાતો હતો પરંતુ તેને મેચમાંથી સંપૂર્ણપણે બહાર કરવાનો કોઈ કેસ નહોતો. અહીં અમ્પાયરના નિર્ણય પર ટિપ્પણી કરતા લોકોએ ઘણા સવાલો ઉભા કર્યા છે.
આ પછી ભારતે આ રેડ કાર્ડનો જવાબ ગોલથી આપ્યો અને હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતને લીડ અપાવી દીધી. જો કે તુ થોડા સમય બાદ ગ્રેટ બ્રિટને ગોલ કરીને સ્કોર બરાબરી કરી લીધો.
ત્રીજા ક્વાર્ટરમાં ભારત તરફથી કોઈ હુમલો ન થયો. એક ખેલાડીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ બચાવ કરવાનું ચાલુ રાખ્યું. ઈંગ્લેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો પણ ભારતે ગોલ ન થવા દીધો.
ભારતે અંતિમ ક્વાર્ટરમાં માત્ર ડિફેન્સ દ્વારા મેચ ડ્રો કરી દીધી. ઈંગ્લેન્ડના સતત આક્રમણને રોકતા ભારતે મેચને શૂટઆઉટ સુધી ખેંચી લીધી. ભારતે શૂટઆઉટમાં 4-2થી મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી. ભારતે સતત બીજી વખત સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
