ચેપલે કહ્યું હતું હું જ્યાં સુધી કોચ રહીશ તું ભારત માટે રમી શકીશ નહી: ઝહીર ખાન
નવી દિલ્હી, 5 નવેમ્બર: ભારતના ટોચના બોલરે આજે ખુલાસો કર્યો છે કે ગ્રેગ ચેપલે 2005માં તેમને કહ્યું હતું કે જ્યાં સુધી તે ટીમના કોચ છે ત્યાં સુધી આ ફાસ્ટ બોલર ક્યારેય ભારત માટે રમી શકશે નહી અને તેમણે આ ઓસ્ટ્રેલાઇ કોચના કાર્યકાળને 'ભારતીય ક્રિકેટનો સૌથી ખરાબ સમય' કહ્યો.
સચિન તેન્ડુલકરની આત્મકથા 'પ્લેઇંગ ઇટ માય વે'માં ઓસ્ટ્રેલાઇ કોચને લઇને થયેલા ખુલાસાને સંપૂર્ણપણે સમર્થન કરતાં ઝહીર ખાને આજે કહ્યું કે ''ભારતીય ટીમના કોચ બનાવ્યા પછી એક વખત મારી પાસે આવ્યા અને કહ્યું ઝહીર, હું જ્યાં સુધી કોચ રહીશ, તું ભારત માટે નહી રમી શકે.'
કોચની દ્વારા આમ કહેવામાં આવતાં જ્યારે ઝહીર ખાન પાસે તેમની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હસતાં હસતાં કહ્યું ''મને એટલો મોટો ઝટકો લાગ્યો છે કે થોડા સમય માટે હું પ્રતિક્રિયા આપી ન શક્યો. હું હેરાન હતો. જેમ કે હું શું કરું. શું હું વિદ્રોણ કરું. શું હું કેપ્ટનને પૂછું કે શું થયું. તે મને આ વિશે કેમ કહી રહ્યાં છે.'' ઝહીર ખાને કહ્યું કે ચેપલનો બે વર્ષનો કાર્યકાળ (2005-2007) ભારતીય ક્રિકેટનો સૌથી ખરાબ સમય હતો.
પોતાના 14 વર્ષના આંતરાષ્ટ્રીય કેરિયર દરમિયાન 311 ટેસ્ટ અને 282 વનડે વિકેટ ઝડપનાર ઝહીર ખાને કહ્યું ''મને એક વસ્તુ ખબર હતી. તે વ્યક્તિના પોતાના એંજડા હતા અને તે અંગર રીતે લઇ રહ્યો હતો. તેના કેટલાક વિચારો નક્કી હત અને જે તમે તેને યોજનાનો ભાગ ન હોવ તો તમારે સાઇડલાઇન થવા માટે તૈયાર રહેવું જોઇએ. તેને મારું કેરિયર ખતમ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મને લાગે છે કે 2006ના અંતમાં દક્ષિણ આફ્રિકામાં હું વધુ મજબૂત બનીને તરી આવ્યો.''

જમણા હાથના આ ફાસ્ટ બોલરે કહ્યું ''ટીમમાં હાજર સીનિયર ખેલાડીને લઇને પણ પરેશાની હતી. હું ટીમમાંથી લગભગ એક વર્ષ સુધી બહાર રહોય ત્યારે તેને ભારતીય ટીમમાં મારું પુનરાગમ રોકવાનો પ્રયત્ન કર્યો. મને પછી ખબર પડી કે જ્યારે પણ મારા નામની ચર્ચા થતી તો તે (ચેપલ) કોઇના કોઇ પ્રકારે મારી વાપસીને લઇને ત્રણથી ચાર મહિના માટે ટાળી દેતા હતા.'' ઝહીર ખાને કહ્યું કે આ મુશ્કેલ સમયગાળો હતો પરંતુ મુખ્ય પડકારો નકારાત્મકતાને દૂર કરીને સામે હાજર કામ પર ધ્યાન લગાવવાનું હતું.
ઝહીર ખાનની ટીમમાં વાપસી બાદ ચેપલે વર્લ્ડકપના અંત સુધી વધુ ચાર મહિના માટે ભારતના કોચ રહ્યાં અને આ ફાસ્ટ બોલરને આ સમયગાળો સારી પેઠે યાદ છે. વર્ષ 2011માં ભારતની ઐતિહાસિક જીત દરમિયાન સૌથી વધુ વિકેટ ઝડપનાર ઝહીર ખાને કહ્યું ''તે સમયે અમારી તેમની સાથે ખાસ વાતચીત થતી ન હતી. હાજર ક્રિકેટરોને કેમ પૂછતા નથી કે તે ચેપલ વિશે શું અનુભવે છે. હું શરત સાથે કહી શકું કે આ અમારી તુલનામાં વધુ અલગ હશે નહી.'' ઝહીર ખાને કહ્યું કે ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ 2008ની ઘરેલૂ શૃંખલા (ભારતે ચાર ટેસ્ટ શૃંખલા 2-0થી જીતી)માં વિરોધી ડ્રેસિંગ રૂમમાં ચેપલને જોઇને કંઇક કરી બતાવવાનું વિચાર્યું હતું.
તેમણે કહ્યું ''પ્રવાસ દરમિયાન ચેપલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સલાહકારના રૂપમાં આવ્યા હતા. હું અંગત દ્રષ્ટિકોણથી કહી શકું કે હું તેને જોઇએને મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ઉત્સુક હતો. તે તબક્કાની નારાજગીએ મને સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કર્યો અને હું ચેપલે સાબિત કરાવવા માંગતો હતો.''
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
