નસીરૂદ્દીન શાહે પોતાની ઓલ ટાઈમ ફેવરીટ ક્રિકેટ ટીમ બનાવી
અભિનેતા નસીરુદ્દીન શાહને ક્રિકેટ સાથે સારો લગાવ છે. 1992 માં ચમત્કાર ફિલ્મમાં નસીરુદ્દીન શાહ માર્કો નામના ભૂતની ભૂમિકામાં પોતાની જાદુઈ શક્તિથી ક્રિકેટ મેચ દરમિયાન દર્શકોને ખુશ કરતા જોવા મળ્યા હતો.
અભિનેતા નસીરુદ્દીન શાહને ક્રિકેટ સાથે સારો લગાવ છે. 1992 માં ચમત્કાર ફિલ્મમાં નસીરુદ્દીન શાહ માર્કો નામના ભૂતની ભૂમિકામાં પોતાની જાદુઈ શક્તિથી ક્રિકેટ મેચ દરમિયાન દર્શકોને ખુશ કરતા જોવા મળ્યા હતો. ત્યારબાદ 1988 માં માલામાલ નામની ફિલ્મમાં તેણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કર સાથે સ્ક્રીન શેર કરી હતી.

અભિનેતા હોવા ઉપરાંત, તે ક્રિકેટના દિવાના પણ છે. તેઓ ક્રિકેટના ઇતિહાસ અને તાજેતરની ઘટનાઓમાં સારી રીતે વાકેફ છે. તેણે તાજેતરમાં સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સહિતના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ સાથે પોતાની મનપંસદ પ્લેઈંગ ઇલેવન જાહેર કરી છે. તેણે વર્તમાન ટીમના કોઈ પણ ક્રિકેટરને પસંદ કર્યો નથી. એક ઇન્ટરવ્યુમાં તેને આ ચીમની જાહેરાત કરી હતી.
નસીરૂદીન શાહે વિનુ માંકડ અને ફારૂક ઇજનેરની ઓપનીંગ જોડી પસંદ કરી છે, ત્યારબાદ સચિન અને દ્રવિડ નંબર 3 અને નંબર 4 પર છે. તેણે મંસૂર અલી ખાન, પોલી ઉમરીગર, જી વિશ્વનાથ અને કપિલ દેવને ટીમમાં પસંદ કર્યા. છેલ્લે મોહમ્મદ નિસાર, અમરસિંહ, બિશનસિંહ બેદી અને બાલુ પાવલંકરને બોલિંગ માટે પસંદ કર્યા છે.
સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ વચ્ચે પસંદગી કરવાનું કહેતાં નસીરુદ્દીને ખચકાટ કર્યા વિના દ્રવિડની પસંદગી કરી. તેણે કહ્યું, 'દ્રવિડ કોઈપણ દિવસ.' ઇન્ટરવ્યૂ દરમિયાન 70 વર્ષના શાહને હાલની પેઢીના પ્રિય ક્રિકેટરનું નામ જણાવવાનું પણ કહેવામાં આવ્યું હતું. નસીરુદ્દીને રવિચંદ્રન અશ્વિનને વર્તમાન સમયના શ્રેષ્ઠ સ્પિનર તરીકે પસંદ કર્યો. અશ્વિનેટેસ્ટમાં 25.43 ની નોંધપાત્ર એવરેજથી 365 વિકેટ લીધી છે. આ સાથે જ તેની વન ડેમાં 150 વિકેટ છે. અશ્વિન યુએઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થતાં આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબનું પ્રતિનિધિત્વ કરશે. તમિલનાડુના ઓલરાઉન્ડર પાસે 71 ટેસ્ટ, 111 વનડે અને 46 ટી -20 રમવાનો અનુભવ છે.
નસીરુદ્દીન શાહની ઓલ ટાઇમ પ્લેઇંગ ઇલેવન
વિનુ માંકડ, ફારૂક એન્જિનિયર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, મન્સુર અલી ખાન, પોલી ઉમરીગર, જી વિશ્વનાથ, કપિલ દેવ, મોહમ્મદ નિસાર/અમર સિંહ, બિશનસિંહ બેદી, બાલુ પાવલંકર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
