MI vs PBKS : માર્કરમ-હુડાની ઉપયોગી ઇનિંગ્સથી મુંબઈને 136 રનનો ટાર્ગેટ!
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની 42 મી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ રહી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની 42 મી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ રહી છે. અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરીને પંજાબને 6 વિકેટે 135 રને રોકી દીધું હતું. પંજાબ તરફથી એડેન માર્કરમે 42 રન બનાવ્યા હતા. તે સિવાય દીપક હુડ્ડાએ 28, કેપ્ટન કેએલ રાહુલે 21, મનદીપ સિંહે 15, ક્રિસ ગેલે 1 અને હરપ્રીત બ્રારે અણનમ 14 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડ અને જસપ્રિત બુમરાહે બે -બે વિક્રમ જ્યારે કૃણાલ પંડ્યા અને રાહુલ ચાહરે એક-એક વિકેટ લીધી હતી.

ક્રિસ ગેલ ફરી નિષ્ફળ રહ્યો, તે 1 રન બનાવી પોલાર્ડનો શિકાર બન્યો. આઠમી ઓવરના ત્રીજા બોલ પર 2 રન ફટકાર્યા બાદ નિકોલસ પૂરણ બુમરાહનો શિકાર બન્યો હતો. ચોથા નંબરે આવેલા ઈડન માર્કરમે 29 બોલમાં 42 રનની ઈનિંગ રમીને ટીમના સ્કોરને 100 થી આગળ લઈ ગયો. તેને દીપક હુડ્ડાનો ટેકો મળ્યો પરંતુ 16 મી ઓવરના બીજા બોલ પર તે રાહુલ ચાહરના બોલ પર બોલ્ડ થયો હતો. નિકોલસ પુરન 2 રન બનાવ્યા બાદ બુમરાહનો શિકાર બન્યો હતો.
ત્યારબાદ 19 મી ઓવરના ચોથા બોલ પર હુડ્ડા પણ 28 રન બનાવી આઉટ થયો. અંતે હરપ્રીત બ્રાર અને નાથન એલિસે મળીને ટીમનો સ્કોર 135 સુધી પહોંચાડ્યો હતો. કિરોન પોલાર્ડે 1 ઓવરમાં 8 રન આપીને 2 વિકેટ લીધી હતી. બુમરાહે 24 રનમાં 2 વિકેટ લીધી, જ્યારે કૃણાલ અને ચાહરને 1-1 વિકેટ મળી.
યુએઈ લેગમાં મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીની ત્રણેય મેચ હારી છે. અગાઉની મેચમાં મુંબઈને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) 54 રનથી હરાવ્યું હતું. આ ઉપરાંત પંજાબની ટીમે છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે હરાવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
