MI vs LSG: રોહિત શર્માનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય, મુંબઈ પ્રથમ જીત મેળવવા ઉતરશે!
IPL 2022 ની 37મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈના સુકાની રોહિત શર્માએ કહ્યું કે તે આ મેચમાં કોઈપણ ફેરફાર કર્યા વગર જઈ રહ્યો છે.
મુંબઈ, 24 એપ્રિલ : IPL 2022 ની 37મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈના સુકાની રોહિત શર્માએ કહ્યું કે તે આ મેચમાં કોઈપણ ફેરફાર કર્યા વગર જઈ રહ્યો છે. બીજી તરફ લખનૌની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઝડપી બોલર અવેશ ખાનની જગ્યાએ મોહસીન ખાનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અવેશ ખાન ઘાયલ છે.

તમને જણાવી દઈએ કે મુંબઈની આ 8મી મેચ છે અને અત્યાર સુધી ટીમને એક પણ જીત મળી નથી. આ સ્થિતિમાં મુંબઈની ટીમનું લક્ષ્ય માત્ર અને માત્ર જીત પર રહેશે. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સ ટૂર્નામેન્ટમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહી છે. લખનૌએએ અત્યાર સુધીમાં 7 મેચ રમી છે જેમાંથી 4માં તેણે જીત મેળવી છે. લખનૌને છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડી કોક(C), કેએલ રાહુલ(W), મનીષ પાંડે, કૃણાલ પંડ્યા, દીપક હુડા, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનીસ, જેસન હોલ્ડર, દુષ્મંતા ચમીરા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (C), ઇશાન કિશન (W), ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, હૃતિક શોકીન, ડેનિયલ સેમ્સ, જયદેવ ઉનડકટ, રિલે મેરેડિથ, જસપ્રિત બુમરાહ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
