MI vs CSK: પહેલી ઈનિંગ્સમાં ચેન્નઈ માંડ માંડ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યુ!
આઈપીએલની 14 મી સીઝન કોરોના વાયરસના કારણે અધવચ્ચે જ રોકી દેવી પડી હતી, ત્યારબાદ 4 મહિના પછી હવે ફરી એક વખત આ ટુર્નામેન્ટ શરૂ થઈ છે.
આઈપીએલની 14 મી સીઝન કોરોના વાયરસના કારણે અધવચ્ચે જ રોકી દેવી પડી હતી, ત્યારબાદ 4 મહિના પછી હવે ફરી એક વખત આ ટુર્નામેન્ટ શરૂ થઈ છે. આઈપીએલ 2021 નો બીજો હાફ યુએઈમાં શરૂ થઈ રહ્યો છે, જેમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વચ્ચે રમાઈ રહી છે. દુબઈની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે ઘણી સારી યાદો જોડાયેલી છે, ચેન્નાઈ સુપર કિંગ્સે અહીં તેના ઈતિહાસની સૌથી ખરાબ સિઝન રમી છે.

CSK ની ટીમે જે રીતે શરૂઆત કરી તેને જોઈને એવું લાગતું હતું કે આજે ટીમ 100 રનનો સ્કોર પણ પાર નહીં કરી શકે.જો કે ઋતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજાએ ઈનિંગ્સ સંભાળતા ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચી હતી. ઋતુરાજ ગાયકવાડે IPL માં સતત ચોથી અડધી સદી ફટકારી 58 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 88 રનની મદદથી ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી.
CSK માટે અડધી સદી ફટકારી ઋતુરાજ ગાયકવાડે રવિન્દ્ર જાડેજા સાથે 5 મી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 100 રને પાર કર્યો હતો. ડ્વેન બ્રાવોએ 7 બોલમાં 3 સિક્સર સાથે 21 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સીએસકેની ટીમ ઋતુરાજ ગાયકવાડની અણનમ અડધી સદીના સહારે 150 રનને પાર કરી શકી હતી. ગાયકવાડે ઇનિંગના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ટીમનો સ્કોર 6 વિકેટના નુકસાને 156 સુધી પહોંચાડ્યો હતો. હવે મુંબઈની ટીમને જીતવા માટે 157 રનની જરૂર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
