Manu Bhaker : ત્રીજો મેડલ ચુક્યા બાદ મનુ ભાકરે શું કહ્યું?
ઓલિમ્પિકમાં ભારતીય મહિલા શૂટર મનું ભાકર સહેજ માટે ત્રીજો મેડલ ચુકી ગઈ. ભારત માટે બે મેડલ જીતનારી મનુ ભાકરે તેની હારને લઈને વાત કરી.
મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલની ફાઇનલમાં 28 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહી. હંગેરીની વેરોનિકા મેજર શરૂઆતમાં ત્રીજા સ્થાન માટે ટાઈ રહી હતી, પરંતુ શૂટ-ઓફમાં મનુએ બે પોઈન્ટ ગુમાવ્યા, જેના કારણે મેજરને પોડિયમ પર સ્થાન મળ્યું.

દક્ષિણ કોરિયાની યાંગ જિને શૂટ-ઓફ (4-1) બાદ 37 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો અને ફ્રાન્સની કેમિલી જેદ્રેજેવસ્કીએ સિલ્વર મેડલ જીત્યો. મનુ શુક્રવારે મહિલાઓની 25 મીટર પિસ્તોલ શૂટિંગ ક્વોલિફિકેશનમાં બીજા સ્થાને રહીને આ સમર ગેમ્સમાં તેની ત્રીજી ફાઇનલમાં પહોંચી હતી.
એક ઈન્ટરવ્યુમાં ભારતીય શૂટર મનુ ભાકરે તેના તાજેતરના સ્પર્ધાના પરિણામો વિશે પોતાની મિશ્ર લાગણીઓ શેર કરતા કહ્યું કે, હું બે મેડલ સાથે વાપસી કરીને ખુશ છું, પરંતુ અત્યારે હું ઉજવણી કરવાના મૂડમાં નથી કારણ કે ચોથું સ્થાન પૂરતું નથી. હું આજે નર્વસ અનુભવતી હતી, પણ આજના પરિણામથી ખુશ નથી.
મનુ ભાકરે આગળ કહ્યું કે, હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેઓ આ ઉતાર-ચઢાવ દરમિયાન મારી પડખે ઉભા રહ્યા. પ્રોત્સાહક મેસેજ અને મારી સાથે વાત કરવા માટે સમય કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર. હું મીડિયા અને મારા કોચ જસપાલ રાણા, મારા મિત્રો અને કુટુંબીજનો અને બીજા બધાનો પણ આભારી છું જેઓ મારા માટે આધાર સ્તંભ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
