કલકત્તા ટેસ્ટ: ભારતનો ઘરઆંગણે 7 વિકેટે પરાજય
કલકત્તા, 9 ડિસેમ્બર: ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે બીજા દાવમાં 247 રન બનાવી ઓલઆઉટ થયા બાદ ઇગ્લેંડે 41 રનના લક્ષ્યનો પીછો કરતાં 3 વિકેટ ગુમાવી 7 વિકેટે વિજય પ્રાપ્ત કરી લીધો હતો.
આ પહેલાં ભારત તરફથી આર અશ્વિન 91 રન બનાવી અણનમ રહ્યો હતો. સ્ટીવન ફિને 45 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. મેચના ચોથા દિવસે ભારત તરફથી દાવની શરૂઆત વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરે કરી હતી. બંને બેસ્ટમેનોએ સારી શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 86 રન બનાવ્યા હતા.
વિરેન્દ્ર સહેવાગે 49 રનનું યોગદાન કર્યું હતું. ત્યારબાદ ચેતેશ્વર પુજારાએ માત્ર આઠ રન બનાવી આઉટ થઇ ગયો હતો. ગૌતમ ગંભીર 40 રન બનાવી સ્ટીવન ફિનના બોલ પર વિકેટ કિપર મૈટ પ્રોયરને કેચ આપી દિધો હતો. સચિન તેંડુલકરના રૂપમાં ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી.

યુવરાજ સિંહ પણ ખાસ રન બનાવી શક્યો ન હતો તે ફક્ત 11 રન બનાવીને જેમ્સ એડરસનના બોલ પર બોલ્ડ થઇ ગયો હતો ત્યારબાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની શૂન્ય રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો.
વિરાટ કોહલીના રૂપમાં ભારતે સાતમી વિકેટ ગુમાવી હતી. માત્ર 20 રનના સામાન્ય સ્કોર સાથે સ્ટીવન ફિને પ્રોયરના હાથમાં કેચ કરાવી દિધો હતો. ઇશાંત શર્માને 10 રનના સ્કોર પર પનેસરે બોલ્ડ કરી દિધો હતો. ઇગ્લેંડ તરફથી સ્ટીવન ફિને ત્રણ, એડરસન અને સ્વાને બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે પનેસરના ખાતામાં એક વિકેટ ઝડપી હતી.
આ પહેલાં ઇગ્લેંડે પોતાના પ્રથમ દાવમાં 523 રન બનાવ્યા હતા. આ રીતે ઇગ્લેંડને પ્રથમ દાવમાં 207 રનની લીડ મેળવી હતી. ઇગ્લેંડની ટીમે ત્રીજા દિવસે શુક્રવારે રમત પુરી થાય ત્યાં સુધી છ વિકેટના નુકસાને 509 રન બનાવ્યા હતા.
શનિવારે અણનમ રહેલા પ્રોયર (40) અને સ્વાન (21) સાથે રમતની શરૂઆત કરી હતી. રમત શરૂઆતમાં સ્વાન પોતાના સ્કોરમાં કોઇ વધારો ન કરતાં ઓઝાના બોલ પર વિરેન્દ્ર સહેવાગને કેચ આપી દિધો હતો.
ત્યારબાદ પ્રોયર 41. એડરસન નવ અને પનેસર ખાતા ખોલાવ્યા વિના પેવેલિયન ભેગા થઇ ગયા હતા. પ્રોયરને જહીરે ધોનીના હાથે કેચ આઉટ કરાવી દિધો હતો, જ્યારે એડરસનને અશ્વિને સહવાગના હાથે કેચ આઉટ કરાવી દિધો હતો. પનેસર અશ્વિનના બોલ પર લેગઆઉટ થઇ ગયો હતો. ભારત તરફથી ઓઝાએ ચાર વિકેટ, અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. જહીરખાન અને ઇશાંત શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે પ્રથમ દાવમાં 316 રન બનાવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
