વન ડે રેન્કિંગમાં કોહલી-રોહિતની મોટી છલાંગ, ટોપ 10માં 7 ભારતીય ખેલાડી
વર્લ્ડ કપ પુરો થયા બાદ આઈસીસીએ નવા વન ડે રેન્કિંગની જાહેરાત કરી છે. વર્લ્ડ કપમાં હાર બાદ પણ લિસ્ટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે.
વર્લ્ડકપમાં સારા પ્રદર્શનનો ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે. વિરાટ કોહલીએ રેન્કિંગમાં મોટી છલાંગ મારી છે. શુભમન ગિલને રેન્કિંગમાં કોઈ નુકસાન નથી થયુ અને રોહિત શર્માએ પણ એક સ્થાનની છલાંગ લગાવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચ્યો છે. શુભમન ગિલના પોઈન્ટમાં ઘટાડો થયો છે પરંતુ તે બાબર આઝમ કરતા બે પોઈન્ટ વધુ સાથે ટોચ પર છે. કોહલીએ આ દોઢ મહિનામાં મોટી છલાંગ મારી છે.
કોહલી વર્લ્ડ કપ પહેલા 5 ઓક્ટોબરે કોહલી 9મા નંબર પર હતો. ટૂર્નામેન્ટ ખતમ થયા બાદ આજે તે ત્રીજા નંબર પર પહોંચ્યો છે. વર્લ્ડ કપમાં 765 રન બનાવ્યા બાદ કોહલી આ સ્થાન પર પહોંચ્યો. હજુ આગળ જવાનું બાકી છે. ગિલના 826 રેટિંગ પોઈન્ટ અને બાબર આઝમના 824 પોઈન્ટ છે.
રોહિત શર્માને વર્લ્ડ કપમાં તેના વિસ્ફોટક પ્રદર્શનનું ફળ મળ્યું છે. રોહિત શર્મા ચોથા સ્થાને પહોંચ્યો છે. ટોચના પાંચમાં ભારતીય બેટ્સમેનો વર્ચસ્વ છે. બોલરોની રેન્કિંગમાં ભારતીય ટીમ થોડી નિરાશ થઈ છે.
મોહમ્મદ સિરાઝને બોલર રેન્કિંગમાં નુકસાન થયુ છે. જોશ હેઝલવુડે તેને નંબર ટુના પદ પરથી હટાવી દીધો છે. બુમરાહ ચોથા નંબર પર, કુલદીપ યાદવ સાતમા નંબર પર છે. બોલરોની રેન્કિંગમાં ટોચના ખેલાડી દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ છે. મોહમ્મદ શમી 10માં નંબર પર છે. બેટિંગની જેમ બોલિંગ રેન્કિંગમાં પણ ભારતના 4 ખેલાડીઓ છે. આ રીતે કુલ 7 ખેલાડીઓ છે.
શાકિબ અલ હસને ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તેમના પછી મોહમ્મદ નબી, સિકંદર રઝા અને રાશિદ ખાનનું નામ આવે છે. રવિન્દ્ર જાડેજા ટોપ ટેનમાં છે, તે દસમા સ્થાને છે.












Click it and Unblock the Notifications
