એકબીજાના થયા કેએલ રાહુલ-આથિયા શેટ્ટી, હાથ પકડીને સામે આવ્યો લગ્નનો પહેલો વીડિયો
લગ્ન બાદ રાહુલ અને આથિયા શેટ્ટીનો એક વીડિયો સામે આવ્યો છે. લગ્ન બાદ બંને કેમેરા સામે જોવા મળ્યા હતા.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. બન્નેએ ખંડાલાના એક ફાર્મ હાઉસમાં પરિવાર અને સગાસંબંધીઓની હાજરીમાં એકબીજા સાથે લગ્ન કર્યા. બન્ને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા અને હવે આખરે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ બન્નેનો પહેલો વીડિયો સામે આવ્યો છે. જેમાં બન્ને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

લગ્ન બાદ રાહુલ અને આથિયા શેટ્ટીનો એક વીડિયો સામે આવ્યો છે. લગ્ન બાદ બંને કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. વીડિયોમાં રાહુલ અને આથિયા એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે. બંને સામે આવતા જ ત્યાં ઉભેલા તમામ કેમેરાપર્સન તેમને લગ્ન માટે અભિનંદન પાઠવે છે. રાહુલે હાથ મિલાવતા તેમની શુભકામનાઓ બદલ આભાર પણ માન્યો હતો.
#WATCH | Athiya Shetty and KL Rahul have tied the knot in a private ceremony at Suniel Shetty's Khandala farmhouse pic.twitter.com/W2vISpAjkx
— ANI (@ANI) January 23, 2023
વીડિયો બાદ કેએલ રાહુલે ફેન્સ માટે તેના લગ્નના ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યા હતા. રાહુલે ફોટો સાથે લખ્યુ કે, તારી રોશનીમાં હુંં પ્રેમ કરવાનું શિખ્યો છું. આજે અમે અમારા સૌથી પ્યારા લોકો સાથે એ ઘરમાં લગ્ન કર્યા, જેને અમને અપાર ખૂશી અને શાંતિ આપી. પ્રેમ ભર્યા દિલ સાથે તમામનો આભાર. અમે આ સફરમાં તમારા આશિર્વાદ માંગીએ છીએ.
“In your light, I learn how to love…” ♥️
— K L Rahul (@klrahul) January 23, 2023
Today, with our most loved ones, we got married in the home that’s given us immense joy and serenity. With a heart full of gratitude and love, we seek your blessings on this journey of togetherness. 🙏🏽@theathiyashetty pic.twitter.com/1VWxio5w6W
રાહુલે લગ્ન માટે બ્રેક લીધો હતો. રાહુલને ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ડોમેસ્ટિક વનડે સીરીઝમાંથી બહાર રખાયો હતો. આ પછી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે. રાહુલે પોતે આ વિશે ક્યારેય ઉલ્લેખ કર્યો નથી પરંતુ આ સમાચાર સૂત્રો દ્વારા બહાર આવ્યા છે. બાદમાં લગ્નની તારીખ પણ જાહેર થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
