મહાન ક્રિકેટર મહેલા જયવર્ધને વર્લ્ડકપ 2015 પછી લેશે સંન્યાસ
કોલંબો, 16 ડિસેમ્બર: દુનિયાના મહાન ક્રિકેટરોમાંના એક મહેલા જયવર્ધનેએ પણ ક્રિકેટજગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કરી લીધો છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2015 બાદ જયવર્ધને પણ વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. જયવર્ધનેએ આ અંગને જાણકારી પોતાના ટ્વિટર એકાઉંટ પર ટ્વિટ કરીને આપી. તેમણે ટ્વિટ કર્યું કે 'છેલ્લીવાર પોતાના મેદાન પર યુવકો સાથે પ્રેક્ટિસ કરવા જઇ રહ્યો છું...'

Going for my last practice session with the boys at home... Going to have some fun!
— Mahela Jayawardena (@MahelaJay) December 15, 2014 દુનિયાના બેમિસાલ ક્રિકેટરોમાંથી એક મહેલા જયવર્ધને પોતાના દેશ માટે ઘણી મેચ જીતાઉ પારીઓ ખેલી છે. તેમણે શ્રીલંકા માટે 149 ટેસ્ટ મેચોમાં 11,814 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં તેમના નામે 34 સદીઓ અને 50 અર્ધસદીઓ નોંધાયેલી છે. જ્યારે 433 વનડે ઇંટરનેશનલ મેચોમાં તેમણે 33.29 એવરેજથી 12,219 રન બનાવ્યા, જેમાં 17 સદી અને 76 અર્ધસદીનો સમાવેશ થાય છે.
આવતા વર્ષે 14 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં જયવર્ધને સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક હશે. આ તેમનો પાંચમો વિશ્વકપ હશે. મહેલા જયવર્ધનેએ વર્ષ 1999માં પોતાનો પહેલો વર્લ્ડકપ રમ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
