રોયલ્સ પર શાહી જીત સાથે નોકઆઉટની નજીક સનરાઇઝર્સ
હૈદરાબાદ, 18 મેઃ વિપલવ સામંત્રેયની પહેલી આઇપીએલ અડધી સદી બાદ બોલરોના ઉમદા પ્રદર્શનથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 23 રનથી પરાજય આપ્યો છે. આ જીત સાતે જ સનરાઇઝર્સ નોકઆઉટ તરફ વધુ એક ડગ વધાર્યું છે. સામંત્રેયએ 46 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 55 રનની ઇનિંગ રમી, જેમાં હૈદરાબાદે 9 વિકેટ પર 136 રન બનાવ્યા. ફાકનરે 16 રન પર પાંચ વિકેટ હાંસલ કરી, જે આ સીઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. રોયલ્સની ટીમ તેના જવાબમાં નવ વિકેટ પર 113 રન જ બનાવી શકી, જે હાલની ટૂર્નામેન્ટમાં તેનો ન્યૂનતમ સ્કોર છે. ટીમ તરફથી કીવોન કપૂરથી સૌથી વધારે 26, જ્યારે સુકાની રાહુલ દ્રવિડે 25 રન બનાવ્યા.
સનરાઇઝર્સ તરફથી અમિત મિશ્રાએ ચાર ઓવરમાં આઠ રન આપીને બે વિકેટ મેળવી હતી. ડેલ સ્ટેન, તિસારા પરેરા અને કરણ શર્માએ પણ ક્રમશઃ 17, 25 અને 33 રન આપીને બે-બે વિકેટ હાસલ કરી. આ જીતથી હૈદરાબાદની ટીમ 15 મેચોમાં નવ જીત સાથે 18 અંક સાથે ચોથા સ્થાન પર છે. રોયલ્સે પોતાનું લીગ અભિયાન સમાપ્ત કર્યો અને ટીમ 16 મેચોમાં 20 અંક સાથે ત્રીજા સ્થાન પર છે.
રોયલ્સ માટે દ્રવિડ અને અજિંક્ય રહાણે પહેલી વિકેટ માટે 39 રન જોડ્યા. દ્રવિડએ ઇશાંત શર્માની ઓવરમાં ચોગ્ગા છગ્ગા ફટકાર્યા જ્યારે રહાણેએ કરણ પર છગ્ગો ફટકાર્યો. દ્રવિડ મિશ્રાની ઓવરમાં ઝડપથી રન લેવા જતા કેમરુન વાઇટના હાથે રન આઉટ થયો. તેણે 24 બોલની પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. રહાણે પણ ત્યાર પછીની ઓવરમાં લેગ સ્પિનર કરણની ઓવરમાં શિખર ધવનના હાથે કેચ આઉટ થઇ ગયો. મિશ્રાએ સંજૂ સૈમસનને લોગ ઓફ પર સ્ટેનના હાથે કેચ કરાવીને 12 ઓવરમાં રોયલ્સની ત્રણ વિકેટ 51 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી. ત્યાર બાદ કૂપર(26)ને છોડીને એક પણ ખેલાડી કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યું નહીં. આખરે 20 ઓવર ખતમ થતા 9 વિકેટ પર રાજસ્થાન રોયલ્સ 113 રન જ બનાવી શક્યું. સ્ટેન, મિશ્રા અને પરેરાએ હૈદરાબાદ માટ 2-2 વિકેટ ઝડપી.
આ પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ઓપનિંગ જોડી કોઇ ખાસ પ્રદર્શન કરી શકી નહી અને ઝડપથી આઉટ થઇ ગઇ. હૈદરાબાદ મટે સામંત્રેયએ આઇપીએલ કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી દીધી હતી. સેમીએ 23 રનોની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આખરે હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 137 રનનો લક્ષ્યાંક રાજસ્થાન રોયલ્સ સામે મુક્યો હતો.

-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications