IPL Auction 2023 : આ વખતે ઓક્શનમાં આ સિનિયર ખેલાડીઓ પર ટીમોની નજર રહેશે
આઈપીએલ મીની ઓક્શન 23 ડિસેમ્બર એટલે કે આવતીકાલે યોજાશે. અહીં ઘણા ખેલાડીઓ માટે ટીમ બોલી લગાવશે.
આઈપીએલ 2023 માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેના માટે ઓક્શન પણ યોજાવા જઈ રહ્યું છે. આઈપીએલ મીની ઓક્શન 23 ડિસેમ્બર એટલે કે આવતીકાલે યોજાશે ત્યારે કેટલાક ખેલાડીઓ વિશે ચર્ચા થઈ રહી છે. આ વખતે 5 સિનિયર ખેલાડીઓ પર પણ તમામ ટીમની નજર રહેશે. આ ખેલાડીઓ એકલા હાથે મેચ બદલી નાંખવા સક્ષમ છે.

મોહમ્મદ નબી
37 વર્ષીય મોહમ્મદ નબી પણ એક શાનદાર બેટ્સમેન છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી ચુકેલો નબી ગયા વર્ષે કોલકત્તા નાઈટ રાઈડર સાથે હતો. અહીં તેને એક પણ મેચ રમવાનો મોકો મળ્યો ન હતો.

સિકંદર રજા
સિકંદર રજા તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે જાણીતો છે અને હાલ જોરદાર ફોર્મમાં છે. હાલમાં જ પુરા થયેલા ટી20 વર્લ્ડકપમાં પણ તેનું પ્રદર્શન જોવા મળ્યુ હતું. તમામ ટીમો સિંકદર રજાને પોતાની ટીમમાં સામેલ કરવા બોલી લગાવી શકે છે.

અમિત મિશ્રા
40 વર્ષિય અમિત મિશ્રા આઈપીએલના સફળ બોલરોમાં સામેલ છે. તે આઈપીએલમાં ત્રણ વખત હેટ્રીક લેનારો પહેલો ખેલાડી છે. તેના પર તમામ ટીમોની નજર રહેશે. તેને અત્યાર સુધીની આઈપીએલની 154 મેચમાં 166 વિકેટ લીધી છે.

ડેવિડ વીજે
ડેવિડ વીજે પણ 37 વર્ષનો છે અને આ વખતે ઓક્શન માટે નામ મુક્યુ છે. આ પહેલા તે RCB તરફથી રમી ચુક્યો છે. હવે તેના પર પણ ટીમોની નજર હશે.

કેદાર જાધવ
કેદાર જાધવ 37 વર્ષનો છે અને એક મિડલ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગમાં માહેર છે. તે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. તેણે IPLની 93 મેચમાં 1196 રન બનાવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
