IPL-6: વોટસનના વાવાઝોડામાં ધોવાયું હૈદરાબાદ
જયપૂર, 28 એપ્રિલ: સવાઇમાનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠી સિઝનના 36માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે શેન વોટસન (98)ના શાનદાર અર્ધસદીની મદદે સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવી દીધું. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફી મળેલ 145 રનોના લક્ષ્યને રાજસ્થાને 17.5 ઓવરમાં બે વિકેટના નુકસાન પર હાસિલ કરી લીધો.
રાજસ્થાન રોયલ્સે આઇપીએલમાં પોતાની પાંચમી જીત નોંધાવી છે. આની સાથે જ તે ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહુંચી ગઇ છે. જ્યારે સનરાઇઝર્સની ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. જેમ્સ ફોકનરને ચાર ઓવરમાં 20 રન આપીને પાંચ વિકેટ લેવા માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો. 6 મેચોમાં 15 વિકેટ લેવા બદલ ફોકનરને પર્પલ કેપ આપવામાં આવી.
આ ઉપરાંત રાજસ્થાન તરફથી શેન વોટ્સને 53 બોલોમાં 98 રન બનાવ્યા જેમાં તેણે 13 ચોગ્ગા, 4 છગ્ગા લગાવ્યા. વોટસન 94 રન પર હતો અને સદી પૂરી કરવા માટે 6 રનોની જરૂરિયાત હતી પરંતુ તે માત્ર ચોગ્ગો જ ફટકારી શક્યો. અને રાજસ્થાને 17.5 ઓવરમાં જ બે વિકેટના નુકસાન પર 146 રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું.











-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
