IPL 2024 : ધોની બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન કોણ બનશે? આ નામ સૌથી આગળ
આઈપીએલ 2024 બાદ મહેન્દ્ર સિંગ ધોની આઈપીએલના મેદાન પર જોવા મળી શકે તેવી સંભાવના ઓછી છે. આ સ્થિતીમાં સવાલ એ છે કે ચેન્નાઈનો કેપ્ટન કોણ હશે?
ધોની ફરી એકવાર IPL 2024માં ચેન્નાઈ માટે કેપ્ટનશિપ કરતો જોવા મળશે. મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણના દર્દથી પીડાઈ રહ્યા છે. આ સ્થિતિમાં તે આખી સિઝન રમી શકશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે.

ઋતુરાજ ગાયકવાડ
એશિયન ગેમ્સમાં ભારતની કેપ્ટનશિપ કરતા ઋતુરાજ ગાયકવાડે ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. બેટ સાથે ઋતુરાજ ગાયકવાડનું પ્રદર્શન પણ ચેન્નાઈ માટે શાનદાર રહ્યું છે. આ સિવાય તેની પાસે T-20માં કેપ્ટનશિપનો પણ અનુભવ છે.
મોઈન અલી
ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર મોઈન અલી છેલ્લી કેટલીક સીઝનથી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ રહ્યો છે. તે બોલ અને બેટ બંનેથી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ સ્થિતિમાં જો મહેન્દ્ર સિંહ ધોની સંપૂર્ણ રીતે ફિટ નથી તો મોઈન અલી પણ કેપ્ટનશિપ કરી શકે છે.
અજિંક્ય રહાણે
ભારતીય ટીમનો અનુભવી ખેલાડી અજિંક્ય રહાણે પણ કેપ્ટન બનવાની રેસમાં છે. અજિંક્ય રહાણેએ IPLમાં લાંબા સમય સુધી રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ગઈ સિઝનમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ સ્થિતિમાં રહાણે ટીમની કમાન સંભાળી શકે છે.
રવિન્દ્ર જાડેજા
ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ એક સારો વિકલ્પ છે. રવિન્દ્ર જાડેજાને અગાઉ પણ ચેન્નાઈ સુપર કિંગ્સે કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ તેની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. રવિન્દ્ર જાડેજા ફરી એકવાર વર્ષ 2024માં ચેન્નાઈની કેપ્ટનશીપ કરતા જોવા મળી શકે છે.
ફેન્સ ઈચ્છે છે કે ધોની કેપ્ટન રહે
ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સની ઈચ્છા છે કે મહેન્દ્ર સિંહ ધોની આ સમગ્ર સિઝનમાં ટીમ સાથે રહે. ધોની અંગે ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે મહેન્દ્ર સિંહ ધોની સંપૂર્ણ રીતે ફિટ છે અને તે આઈપીએલની આખી સિઝન રમશે. પરંતુ 42 વર્ષના ધોનીની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
