IPL 2024 : ભારત બહાર થઈ શકે છે આઈપીએલનું આયોજન, જાણો કેમ?
વર્લ્ડ કપ પુરો થયા બાદ તમામ ક્રિકેટ ફેન્સની નજર IPL 2024 પર છે. બહુ જલ્દી ઓક્શન યોજાવા ઝઈ રહ્યું છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
દર વખતની જેમ આ વખતે પણ ટૂર્નામેન્ટને લઈને અદ્દભૂત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે સામાન્ય ચૂંટણીના કારણે IPL શેડ્યૂલ જાહેર કરવામાં વિલંબના સમાચાર છે.

દર વર્ષની જેમ 2024 માર્ચના અંતમાં શરૂ થવાની ધારણા છે. 2008માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટની 17મી સીઝનનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણી 2024ને લઈને ઘણા ફેરફાર થઈ શકે છે.
અહેવાલો અનુસાર, ભારતીય ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણીની તારીખની જાહેરાત પછી IPL શેડ્યૂલ આવશે. પીટીઆઈ અનુસાર, IPLના શેડ્યૂલની જાહેરાત ત્યારે જ થશે જ્યારે ભારતીય ચૂંટણી પંચ 2024ની લોકસભા ચૂંટણીની તારીખ નક્કી કરશે.
આ સિવાય મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, લોકસભા ચૂંટણીને કારણે 2024ની તમામ અથવા અડધી IPL ભારતની બહાર યોજવામાં આવી શકે છે. ચૂંટણીની તારીખો પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. હવે એ જાણવું રસપ્રદ રહેશે કે ટૂર્નામેન્ટનું સત્તાવાર શેડ્યૂલ ક્યારે જાહેર થશે અને તે ક્યાં યોજાશે?
ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી બાદ IPL 2024 માર્ચના ત્રીજા સપ્તાહથી મેના ત્રીજા સપ્તાહ સુધી યોજાય તેવી શક્યતા છે. કોઈપણ રીતે IPLની તારીખ ચૂંટણીની તારીખની જાહેરાત પછી જ જાહેર થશે તે નક્કી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
