IPL 2024 : ચેન્નાઈ સુપર કિંગ્સને ઝટકો, સ્ટાર ખેલાડીએ આઈપીએલ છોડવાની જાહેરાત કરી
વર્લ્ડ કપ પુરો થયા બાદ હવે આઈપીએલને લઈને રિટેન અને રિલિઝ ખેલાડીઓની જાહેરાત તેમજ હરાજી થવા જઈ રહી છે તે પહેલા જ ચેન્નાઈને મોટો ઝટકો લાગ્યો છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને આઈપીએલ 2024 માટે મોટો ફટકો પડ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના અનુભવી ઓલરાઉન્ડરે પોતાને આઈપીએલથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે.

ચેન્નાઈએ એક નિવેદન જારી કરીને જણાવ્યુ કે, ટીમનો સ્ટાર ખેલાડી બેન સ્ટોક્સ આગામી આઈપીએલ શ્રેણીમાં નહીં રમે. સ્ટોક્સે પોતાના વર્કલોડને મેનેજ કરવા આ નિર્ણય લીધો છે.
આવતા વર્ષે ઇંગ્લેન્ડના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્ટોક્સે પોતાને અનુપલબ્ધ જાહેર કર્યો છે. તે ટેસ્ટ ટીમનો કેપ્ટન છે.
બેન સ્ટોક્સ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લિશ ટીમનું નેતૃત્વ કરશે.
આ પછી ખેલાડીઓ IPL રમશે અને જૂનમાં T20 વર્લ્ડ કપ આયોજિત થવાનો છે. T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં રમાશે. આ વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્ટોક્સે આઈપીએલથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સ પર ઘણા પૈસા ખર્ચ્યા છે. 16 કરોડ 25 લાખની જંગી રકમ ચૂકવીને સ્ટોક ખરીદ્યો હતો. ઈજાના કારણે તે રમ્યો નહોતો. હવે ચેન્નાઈએ તેન દુર રહેવાની જાહેરાત કરી છે. મતલબ કે ચેન્નાઈના પર્સમાં રૂપિયાનો વધારો થશે.
ચેન્નાઈએ કાયલ જેમસન પર પણ ઘણા પૈસા ખર્ચ્યા હતા. તેની હાજરીથી ટીમને રાહત મળશે. જો કે, ઈજાના કારણે તે ગત સિઝનમાં રમી શક્યો નહોતો. ચેન્નાઈએ ગત આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
CSKએ ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત IPL ટ્રોફી જીતી. ગુજરાતની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા પાસે હતી અને ધોનીની ચતુરાઈ સામે તેનો કોઈ મુકાબલો નહોતો. ગુજરાત બીજી વખત ફાઈનલ રમ્યું પણ જીતથી વંચિત રહ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
